दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् ।
सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥११-११॥
divyamalayamberdharam divyagavdhanuleparam
survascharyamayam devamantam vishwatonwkham
માળા તેમજ ગંધથી શોભિત હતું શરીર,
વિરાટ દિવ્ય અનંત ને અચરજપૂર્ણ શરીર.
*
दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः ॥११-१२॥
divi suryasahtrashya bhaveta yugapat uthita
yadi bhah sadrishi sa syat bhasah tasya mahatmana
હજાર સૂર્ય ઊગે કદી ને પ્રકાશ પથરાય,
તેમજ પ્રભુના રૂપનું તેજ બધે પથરાય.
*
MP3 Audio
*
तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा ।
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥११-१३॥
tatra ekastham jagat kritsnam pravibhaktam anekadha
apashyata devadevasya sharire pandavah tada
પ્રભુ શરીરમાં અર્જુને જગ આખું જોયું,
અનેક રૂપોમાં રહ્યું જગ આખું જોયું.
*
ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनंजयः ।
प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत ॥११-१४॥
tatah sah vishmayavista hristaroma dhananjayah
pranamya shirsa devam kritanjalih abhasat
અચરજ પામેલો વળી રોમાંચિત અર્જુન,
શીશ નમાવીને વદ્યો રોમાંચિત અર્જુન.
*
अर्जुन उवाच
અર્જુન કહે છેઃ
पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसंघान् ।
ब्रह्माणमीशं कमलासनस्थमृषींश्च सर्वानुरगांश्च दिव्यान् ॥११-१५॥
pashyami devan tav deva dehe sarvan tatha bhutavisheshsanghan
brahmanamisham kamalasanastha rishin cha sarvan urgan cha divyan.
દેવ તમારા દેહમાં સમાયા બધાં લોક,
કમળપરે બ્રહ્મા અને ઋષિ પણ ત્યાં છે કો'ક.

