તમે નથી તો જીવનમાં શું નથી, ખબર છે?
સંગીત.
તમે નથી તો જીવનમાં શું નથી, ખબર છે?
સંગીત.
તમે નથી તો જીવનમાં શું નથી, ખબર છે?
નાનુંસરખું નામનું પણ ગીત.
સુસંવાદી સ્વસ્થ પ્રસન્ન ચિત્ત.
પ્રાણ પુલકિત.
રસની રેલમછેલ,
ચોક્કસ રીત.
તમે નથી તો જીવનમાં શું નથી, ખબર છે?
નેહનું નવનીત.
જીત.
પળે પળે પાંગરનારી
પરમાનંદદાયિની પ્રીત.
તમે નથી તો જીવનમાં શું નથી, ખબર છે?
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)