Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જોવું ના હોય તો પણ જોવું પડે
રુચે ના રુચે તેવું જોવું પડે
સુણવું ના હોય તોપણ સુણવું પડે
રુચે ના રુચે તેવું સુણવું પડે.

જવું ના હોય તોપણ જવું પડે
રુચે ના રુચે ત્યાં જવું પડે.
રહેવું ના હોય તો પણ રહેવું પડે
રુચે ના રુચે ત્યાં રહેવું પડે.

મળવું ના હોય તો પણ મળવું પડે
રુચે ના રુચે તો પણ મળવું પડે.
વદવું ના હોય તો પણ વદવું પડે
રુચે ના રુચે એવું વદવું પડે.
અડવું ના હોય તો પણ અડવું પડે.
રુચે ના રુચે એવાને અડવું પડે.

કિન્તુ એની અસર
થવા દેવી ના થવા દેવી
ક્યારે કેટલી થવા દેવી
એ આપણા હાથમાં છે.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)