Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે એને રહેવા માટે આવાસ આપ્યો.
તમે એને એવો ના રાખ્યો;
બગાડી નાખ્યો.

એને વીંટવા વિભૂષિત બનવા વસ્ત્ર આપ્યું;
એણે એને એવું અકબંધ અવનવું ના રાખ્યું;
બગાડી નાખ્યું.

એને પિપાસામાંથી મુક્તિ મેળવવા, ક્ષુધાને સંતર્પવા
પ્રાણવાન પવિત્ર પાત્ર પ્રદાન કર્યું.
એણે એને એવું અનેરું આહલાદક આકર્ષક ના રાખ્યું;
બગાડી નાખ્યું. તોડી નાખ્યું.

એને અફસોસ થયો.
એ વિચારે ચઢ્યો.
તમે જે આપ્યું છે એને સુધારું,
બની શકે તો એવું જ રાખું,
સવિશેષ સુશોભિત કરીને પુનઃઅર્પણ કરું.
એણે મંગલ મનોરથ કર્યો.

તમને તેનો સંતોષ થયો.
ત્યાં તો એના પ્રવેશ પર પડદો પડ્યો.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)