Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મેં એમને તીર્થ વિશે પૂછ્યું તો એમણે
અનેકવિધ તપઃપૂત તપશ્ચર્યાયુક્ત
પવિત્ર તીર્થસ્થાનો બતાવ્યાં.

મેં એમને ગ્રંથ વિશે પૂછ્યું તો એમણે
વિવિધ જ્ઞાનસભર જ્ઞાનપ્રદાયક ગ્રંથો બતાવ્યા.

એમને પંથ વિશે સંત મહંત વિશે
મંગલ મધુમય મંદિર વિશે પૂછ્યું તો એમણે
પૂર્ણપવિત્ર પંથ સિદ્ધ સંતમહંત,
મંગલમય મહાન મંદિરોને દર્શાવ્યાં.
ત્યારે મને નવાઈ લાગી.

માનવના મહામંગલ તપઃપૂત તીર્થને,
ગૌરવસભર મહામહિમ સર્વશ્રેષ્ઠ જ્ઞાનગ્રંથને,
એના પંથને, મહામૂલ્યવાન મંગલમય મહાદેવને
કે મંદિરઘંટને એમણે લક્ષમાં જ ના લીધો.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)