Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંગીતસમારોહના સાજમાંથી છૂટો પડેલો સ્વર
શોધે છે
સંગીતસમારોહના સ્વકીય સાજને.

સૂર્યમંડળમાંથી સરી પડેલું કિરણ
શોધે છે
શોધી રહ્યું છે
એના સૂરજને.

સિંધુમાંથી અલગ થયેલું બિંદુ
મેઘમંડળમાંથી વરસેલું મેઘબિંદુ
શોધ કરે છે
સિંધુની
પોતાના જ મેઘબિંદુની.

ધરતીની રસાળ રજમાંથી
વિખૂટો પડેલો કણ
શોધી રહ્યો છે
ધરતીની રજને,
કહો કે વિશાળ ધીરગંભીર ધરતીને.

પંખી માળાને
નિર્ઝર જળની ધારાને.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)