| Download details |
ભાગવતના દશમ સ્કંધ તથા મહાભારતમાં સમાવિષ્ટ શિશુપાલવધ જેવા પ્રસંગોમાં યથેષ્ટ ફેરફાર કરી અને એમાં કાલ્પનિક રૂપરંગો ઉમેરીને ત્રેવીસ અધ્યાયોની ૪૧૦૦ જેટલી પંક્તિઓમાં શ્રી યોગેશ્વરજીએ શ્રીકૃષ્ણ અને રુક્મિણીની કથાને રજૂ કરી છે. પ્રસ્તુત મહાકાવ્યમાં વિદર્ભના રાજા ભીષ્મકની સુપુત્રી રુક્મિણીને ભગવાન શ્રી કૃષ્ણનાં પરાક્રમો નારદમુખે સાંભળીને શ્રીકૃષ્ણ પ્રત્યે કેવી રીતે અપાર પ્રીતિ થઈ, એમાં એના ભાઈ રુકમી મારફત એનો શિશુપાલ સાથે લગ્નસંબંધ નક્કી થતાં કેવી રીતે વિઘ્નો ઊભાં થયાં અને એમાંથી રુક્મિણીનું શ્રીકૃષ્ણે હરણ કરી કેવી રીતે રસ્તો કાઢ્યો અને ત્યારબાદ દુષ્ટ શિશુપાલનો વધ કેવી રીતે થયો તથા દુષ્ટ રુકમીને દંડ કેવી રીતે અપાયો તેની કથા રસભર શૈલીમાં આલેખાઈ છે. મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત 'ગાંધીગૌરવ' મહાકાવ્ય પછી યોગેશ્વરજીની સિદ્ધ કલમે રચાયેલ 'કૃષ્ણ-રુક્મિણી'નું રસપાન કરવું ભાવકોને ગમશે. |
| |||||||||||||||||||||||||


