Download details |
![]() | ||||||||||||||||||||||||||
ભારતની ભાવાત્મક સાંસ્કૃતિક એકતાને અખંડ રાખવામાં તથા જ્ઞાત અથવા અજ્ઞાત રીતે મજબૂત કરવામાં એના પુરાતન પરંપરાગત ધર્મગ્રંથોનો ફાળો ઘણો મોટો છે. એવા મૂલ્યવાન લોકપ્રિય ધર્મગ્રંથોમાં વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્ર, રામાયણ, મહાભારત તથા ગીતાની જેમ દુર્ગાસપ્તશતી, દેવીભાગવત અથવા ચંડીપાઠનો સમાવેશ સહેલાઈથી નિસ્સંકોચ રીતે કરી શકાય છે. દુર્ગાસપ્તશતી માર્કંડેય પુરાણના જ એક વિભાગરૂપ છે તો પણ એ એક સ્વતંત્ર સંપૂર્ણ પુરાણ ગ્રંથ હોય એવી રીતે એનો આદર થાય છે. દેવીભક્તો એનો લાભ લે છે, એમાંથી પ્રેરણા મેળવે છે, ને શ્રદ્ધાભક્તિપૂર્વક એના પાઠ, પારાયણ અને અભ્યાસનો આધાર લઈને શક્તિની આરાધનાના પરિણામે સાંપડતી સંતુષ્ટિ તેમજ શાંતિ પામે છે. ખાસ કરીને નવરાત્રીના પવિત્ર દિવસોમાં એના પાઠ કે પારાયણનો આધાર લેવાય છે અને ઠેરઠેર એની કથાઓ થાય છે. |
|
Comments