| Download details |
ચારિત્ર્ય ઘડતરમાં પ્રેરણાત્મક પ્રસંગો બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે. ધર્મગ્રંથોમાં રજૂ થયેલ કથાપ્રસંગો, પ્રાતઃસ્મરણીય સંતો કે મહાપુરુષોના જીવનની વાતો, સામાન્ય માનવીના જીવનની અસામાન્ય વાતો, એકાદ પ્રેરણાદાયી વાક્ય વિગેરે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પ્રેરણાનો સૂરજ બની જાય છે. પૂ. યોગેશ્વરજીએ પોતાના વિશાળ અનુભવ ભંડારમાંથી લોકહિતાર્થે આવા અનેક પ્રસંગો આલેખેલા, જે વરસો પૂર્વે ફુલછાબ, જન્મભૂમિ પ્રવાસી વિગેરેમાં દૈનિકોમાં પ્રકટ થયેલા. પાછળથી એનું સંકલન કરી પરબનાં પાણી નામે પુસ્તક બહાર પાડવામાં આવેલું. વાચકોને આ પુસ્તકના વાચનથી થોડું કે વધારે પ્રેરણાનું ભાથું અવશ્ય મળી રહેશે. આ પુસ્તક વિશે વાચકોના પ્રતિભાવો જાણવા ગમશે. |
| |||||||||||||||||||||||||


