Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 752 Download objects in 20 Categories. These have been downloaded 3,689,230 times.
OverviewSearchUp
Download details
Sai Sangeet (સાંઈ સંગી Sai Sangeet (સાંઈ સંગીત)

શ્રી યોગેશ્વરજી કૃત સાંઈબાબા પરના ભાવવાહી ભજનોનો સંગ્રહ

શિરડીના સમર્થ સંત શ્રી સાંઈબાબાના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. શિરડીમાં પ્રકટ થઈને તે ગામને ને તે ગામ દ્વારા સમસ્ત સંસારને પોતાનું કર્તવ્યક્ષેત્ર બનાવીને તેમણે જે નક્કર લોકહિતનું કામ કર્યું છે તે સર્વવિદિત છે. છેલ્લાં કેટલાંક વરસોથી લાખો લોકો એક અથવા બીજી રીતે તેમની વિશાળ ને શીતળ છત્રછાયામાં શાંતિ, સુખાકારી ને સંતોષનો અનુભવ કરી રહ્યા છે.

ઈ.સ. ૧૯૫૨ ની આસપાસ શ્રી યોગેશ્વરજીએ હિમાલયની પુરાણપ્રસિદ્ધ ભૂમિમાં તેમનો મહિમા સાંભળ્યો. તેથી તેમના દિલમાં સાંઈબાબાને માટે સહજ રીતે જ પ્રેમ થયો. પરંતુ વાત એટલેથી જ ના અટકી. તે પછી તેમને સાંઈબાબાની અસીમ, અસાધારણ ને અલૌકિક શક્તિના પ્રત્યક્ષ અનુભવો મળવા માંડ્યા. તેને લીધે સાંઈબાબા પ્રત્યે તેમનો અનુરાગ ને આદરભાવ એકદમ વધી પડ્યો. એ મહાપુરૂષની પ્રશસ્તિ અને અંજલિ રૂપે તેમણે પોતાના અંતરના અનુરાગ, આનંદ ને ઉમળકાને રજુ કરવા ભજનોની રચના કરી.

આ ભજનસંગ્રહના તમે મારું કરશો પાર જહાજ, મારી અરજ સુણી લો આજ ... જેવા ભજનો આશિત દેસાઈ કૃત 'પૂજાના ફુલ' આલ્બમમાં સ્થાન પામી અત્યંત લોકપ્રિય થયા છે. સાંઈબાબા પ્રત્યે અનુરાગ ધરાવનાર કોઈપણ પ્રેમીને આ ગીતસંગ્રહમાંથી પ્રેરણાની અવનવીન સામગ્રી અવશ્ય સાંપડશે.

Data

Version
Size659.34 KB
Downloads3,137
Download Language Gujarati
AuthorShri Yogeshwarjiexternal
WebsiteWebsiteexternal
Created2011-03-12
Changed2014-09-03

Download

© swargarohan

Add comment

Submit