Text Size

Download Section

The download section currently contains 674 Download objects in 18 Categories. These have been downloaded 2,541,845 times.
Overview Overview Search Search Up Up
Download details
Uttarpath-2 (ઉત્તરપથ-૨) Uttarpath-2 (ઉત્તરપથ-૨)

Uttarpath - 2
==============
રામાયણ તથા મહાભારત બન્ને ભારતીય સંસ્કૃતિના મહામૂલ્યવાન અસાધારણ ઈતિહાસગ્રંથો છે. એમને રચાયે હજારો વરસો વીતી ગયાં હોવા છતાં એ એટલા જ રસમય તેમ જ પ્રેરણાપ્રદ છે. એમણે લોકહૃદયમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મહાભારતનો મૂળ ગ્રંથ આમ તો ઘણો મોટો અને અસંખ્ય આનુષંગિક આખ્યાનો તેમ જ ઉપાખ્યાનોથી ભરેલો છે. એમાં ધર્મના, નીતિના તથા બીજા ઉપદેશો પણ અનેક છે. પ્રસ્તુત ઐતિહાસિક નવલકથામાં કૌરવો તથા પાંડવો સાથે સંબંધ ધરાવતા મુખ્ય પ્રસંગોનું વર્ણન છે. જો કે એમાં દ્રૌપદીને પાંચ પાંડવોની પત્ની તરીકે ચીતરવાને બદલે એકલા અર્જુનની જ પત્ની તરીકે વર્ણવેલી છે.

શ્રી યોગેશ્વરજીની સિદ્ધ કલમે મહાભારતના વિશાળ વાંગમયને પૂર્વાધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગમાં વહેંચીને પ્રસ્તુત કરેલ છે. પ્રસ્તુત પુસ્તક ઉત્તરાર્ધ છે. એમાં પાંડવોનો બાર વરસનો વનવાસ, અજ્ઞાતવાસનું તેરમું વરસ, મહાભારતના યુદ્ધની ભૂમિકા, મહાભારતનું મહાભયંકર યુદ્ધ, કૌરવોનો વિનાશ, પાંડવોને રાજગાદી અને એમના મહાપ્રસ્થાન સુધીના પ્રસંગોની રજૂઆત કરવામાં આવી છે.

ભારતના ભૂતકાલીન અમર સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવનારી આ નવલકથાનું અધ્યયન આપણી વર્તમાન અને ભવિષ્યની પેઢીને લાભદાયક થશે.

E-book
-------
Title : Uttarpath-2
Language : Gujarati
Version : 1.0
Pages : 290
Created : January 1, 2016.

Data

Size2.11 MB
Downloads1,164
Language Gujarati
LicenseCommercial license
AuthorShri Yogeshwarji external
WebsiteWebsite external
Created2016-01-01
Changed2016-01-04
Changed bywebmaster

Download

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok