| અમર જીવન ======= તા. ૨૨ માર્ચ, ૧૯૮૩ના દિવસે પૂ. યોગેશ્વરજી અને પૂ. મા સર્વેશ્વરી દક્ષિણ આફ્રિકાનો સાડા ત્રણ મહિનાનો પ્રવચન-પ્રવાસ પૂર્ણ કરી મુંબઈ આવ્યા. તે દિવસે બપોરે કપુરા ખાતે જ પૂ. મા સર્વેશ્વરીના માતુશ્રી ભીખીબાએ અંતિમ શ્વાસ લીધા. સમાચાર મળતાં જ મા સર્વેશ્વરી સાથે પૂ.શ્રી યોગેશ્વરજી પણ કપુરા આવ્યા અને ત્યાં પાંચેક દિવસ રોકાયા. કપુરાના એ નિવાસ દરમ્યાન ઈશ્વરભાઈ પરમાર્થીની વિનંતિને માન આપીને પૂ. યોગેશ્વરજીએ મૃત્યુની વિશદ છણાવટ કરતા ત્રણ પ્રવચનો આપ્યા હતા. એ પ્રવચનોનું સંકલન એ જ અમર જીવન. પ્રસ્તુત પુસ્તકમાં યોગેશ્વરજી માનવદેહને પાસપોર્ટ અને જીવનને વીઝા સાથે સરખાવી જીવનરૂપી પ્રવાસમાં શું હાસલ કરવાનું છે તેની શીખ આપી છે. ભક્તકવિ નિષ્કુળાનંદ રચિત ભજન જનની જીવો રે ગોપીચંદની રે .. થી શરીરની ક્ષણભંગુરતાનો વિચાર કરતાં, યોગેશ્વરજી ધીરા ભગતના યુવાન પુત્રના અવસાનનો પ્રસંગ વર્ણવી મહાન પુરુષોના મનની સ્થિરતા વિશે વાત કરે છે. ઋણાનુબંધ હોય ત્યાં સુધી જ વ્યક્તિ પૃથ્વી પર શ્વાસ લે છે. એ પૂરા થતાં બધું મૂકીને વિદાય થવું પડે છે. એમાં કોઈની અદલાબદલી નથી ચાલતી. આપણે ત્યાં મરણ અમંગલ માનવામાં આવ્યું છે પણ એથી ડરવાની જરૂર નથી. એનો વિચાર કરી માનવે પોતાનું જીવન કેવી રીતે જીવવું એની શીખ આ પુસ્તકમાંથી મળી રહે છે. E-book ====== Title : Amar Jivan (અમર જીવન) Language : Gujarati Version : 1.0 Pages : 44 Created : July 23rd 2021 | | Data | | Version | | | Size | 2.2 MB | | Downloads | 1,000 | | Download Language | Gujarati | | Author | | | Website | | | Created | 2021-07-23 | | Changed | 2021-07-23 | Download | | | | |
Comments
*
The book "Amar Jivan" is compiled from Yogeshwarji's lectures on subject of death.
- admin