| Download details |
શ્રી રામ કથામૃત મોટા ભાગના કથાકારો તુલસીકૃત રામાયણમાં જ રસ લેતા હોય છે. એમને વાલ્મીકિ રામાયણને વાંચવા-વિચારવાનો અવસર મળ્યો નથી હોતો. રામાયણની એ બંને કીર્તિકથાઓમાં રામચરિત્રનો પુનિત પ્રવાહ કેવી કમનીય તેમજ કળાત્મક રીતે વહે છે તે જાણવાનું આનંદદાયક અને ઉપયોગી થઈ પડે તેમ છે. બંને રામાયણનો તુલનાત્મક વિચાર એમની શ્રેષ્ઠતા કે કનિષ્ઠતાને દર્શાવવા માટે નથી કરવામાં આવ્યો પરંતુ એમના સંયુક્ત સ્વાધ્યાયજન્ય આનંદના અનુભવ માટે કરાયો છે એ યાદ રાખવાનું છે. રામાયણના અભ્યાસુઓને તથા ધર્મપ્રેમી જનતાને એ અવશ્ય પસંદ પડશે. |
| |||||||||||||||||||||||||


