Download details |
![]() | ||||||||||||||||||||||||||
તુલસીદાસ રચિત રામચરિતમાનસના સુંદરકાંડનો શ્રી યોગેશ્વરજીએ ગુજરાતીમાં કરેલ ભાવાત્મક પદ્યાનુવાદ. ગોસ્વામી તુલસીદાસ વિચરિત રામચરિતમાનસનો શ્રી યોગેશ્વરજી દ્વારા કરાયેલ ગુજરાતી પદ્યાનુવાદ ભક્તજનોમાં અત્યંત લોકપ્રિય થઈ પડ્યો છે. રામચરિતમાનસના સાત કાંડમાંથી સુંદરકાંડ અતિશય લોકપ્રિય છે. ઠેકઠેકાણે લોકો એનું પારાયણ કરતા જોવા મળે છે. ખાસ કરીને ચૈત્ર માસ દરમ્યાન તેનું પારાયણ ઘણાં ભક્તો કરતા હોય છે. વાંચવામાં તકલીફ ન પડે તે માટે આ સંવર્ધિત આવૃતિમાં અક્ષરની સાઈઝ મોટી રાખવામાં આવી છે. તે ઉપરાંત ગાવામાં કે પઠન કરવામાં સરળતા રહે તે માટે આખ્યાન, ચોપાઈ, દોહરા, છંદ વિગેરે વિવિધ રાગને પણ દર્શાવવામાં આવ્યા છે. આશા છે એ સૌને અનુકૂળ થઈ પડશે. E Book
|
|