Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વીજળીના ચમકારે મોતીડા પરોવો

MP3 Audio

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે

- ગંગા સતી

Comments

Search Reset
0
Ajit
4 years ago
Why in bhajan, when i listen, Panbai words is replaced with other words. Which is right? Lyrics or audio?
Like Like Quote
1
Preyas Patel
9 years ago
ગંગા સતીના બહુ જ સરસ ભજન છે જે ભગવાનના માર્ગે ચાલવા માટે બહુ જ મદદરૂપ છે. જો આ ભજનોની ઓડિયા લીંક હોય તો શેર કરજો જેથી ગાઈ ને શીખી શકાય. ગંગા સતીને કોટિ કોટિ વંદન. ધન્યવાદ આવા ભજન અમારા સુધી લાવનારને. જય શ્રી કૃષ્ણ.
Like Like Quote
2
Faljibhai Timbachudi
10 years ago
ધન્ય છે આ ધરતી જ્યાં આવા સંતો ને ભક્તોએ જન્મ લીધો.
Like Like Quote
4
Deepak Parekh
11 years ago
Ganga sati is diamond of saintly world. Bharat is blessed land. 52 days & nirvachan to param dham so sahaj & pure. All the bhajans are just springs sparkling serenity & piousness. Dhanya thaya.
Like Like Quote
2
Jayshri
13 years ago
Such a treasure!!!!!! Invaluable! Such spiritual reading makes one feel humble! Thank you for service to net users.
Like Like Quote
3
Tushar Marathe
13 years ago
ગુજરાતી ભાષાને આ એક વરદાન છે જે આપ સૌએ આપેલ છે. આભાર.
Like Like Quote
4
Umang Parikh
13 years ago
Excellent .. nobody can do without a spiritual power. It shows Ganga Sati is a real Sati. dhanya dhara bharat ni ne dhanya dhara gujarat ni.
Like Like Quote
10
Vinod
14 years ago
ધન્ય છે આ ધરતી જ્યાં આવા સંતો ને ભક્તોએ જન્મ લીધો. દુર્લભમ્ ભારતે જન્મ ..
Like Like Quote
9
Rajesh Lad
14 years ago
હૃદયમાં આનંદ થયો. સમય તો પાણીની જેમ વહી જાય છે. હે પરમાત્મા, હું તમારે શરણે છું. ઓમ ...
Like Like Quote
5
Piyush Oza
15 years ago
It is an excellent service to society by this website.
Like Like Quote
3
Hitesh Panchal
16 years ago
hi,
can I get mp3 of original tracks Ganga Sati movie ?
Like Like Quote
6
Nishant Chauhan
16 years ago
This is a very good bhajan.
Like Like Quote
0
Leena Sheth
16 years ago
Can we get audio cassettes?
Like Like Quote

Add comment

Submit