Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મેરુ તો ડગે જેનાં મન ના ડગે
MP3 Audio

મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ
મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;
સોઈ હરિજનનાં પ્રમાણજી.

ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી,
ને કરે નહીં કોઈની આશજી;
દાન દેવે પણ રહે અજાચી,
રાખે વચનમાં વિશ્વાસ જી – મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી,
આઠે પહોર રહે આનંદજી,
નિત્ય રહે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ.

તન મન ધન જેણે ગુરુને અર્પ્યાં,
તેનું નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને અલખ આરાધે તો,
અલખ પધારે એને દ્વારજી – મેરુ.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

સંગત કરો તો એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ
જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂરજી – મેરુ.

- ગંગા સતી

Comments

Search Reset
0
પ્રવીણ પારેખ
4 years ago
ગુજરાતી સંતવાણી ની મને ખુબજ ગમતી આ ભજન વાણી ના શબ્દો ના અર્થ ઘણા જ માર્મિક અને ભાવ સભર છે.

આવી સુંદર રચના આપવા બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ અને આભાર
Like Like Quote
0
Sanket Raghuvanshi
5 years ago
ખુબ સરસ પ્રયાણ છે આપનું. દુઃખની વાત એ લાગી કે લોકો ગુજરાતી સાહિત્યની વેબસાઈટમાં પણ કોમેન્ટ ઈંગ્લિશમાં જ કરે છે. આવું જર્મન, ફ્રેન્ચ, રશિયન કે જાપાનીઝ વેબસાઈટમાં જોવા મળતું નથી.
Like Like Quote
0
અશ્વિનભાઈ
5 years ago
ખુબ સરસ. આનંદ થયો.
Like Like Quote
1
Rahul Joshi
5 years ago
We are living far away from Gujarat but are experiencing delight using this application. God Bless you.
Like Like Quote
4
Dhruv Varia
8 years ago
i love this website. I found very important information from this website. thx for creating website. i'm from Vadodara, Gujarat. I think u r from bhavnagar, Gujarat.
Like Like Quote
5
Megh Keshrani
13 years ago
Delighted to find this wonderful site. For seeker this site is a priceless treasure.
Like Like Quote
3
Tarik Patel
13 years ago
lage raho hemant bhai.
Like Like like 1 Quote
3
Kumud N. Vaghela
13 years ago
vary god song
Like Like Quote

Add comment

Submit