Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે'વું હતું તે કહી દીધું પાનબાઈ!
હવે રે'ણી પાળવા હેતથી હાલો ... માણવો.

રે'ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!
રે'ણી થકી રોમરોમ ભીંજાય,
રે'ણી થકી રસ શરીરમાં પરવરે,
રે'ણી થકી ઉગાવો જોને થાય ... માણવો.

રે'ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે'ણી થકી અમર જોને થવાય,
રે'ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!
રે'ણી થકી પાર પોગી જોને જવાય ... માણવો.

રે'ણી તે સરવથી મોટી પાનબાઈ!
રે'ણીથી મરજીવા બની જોને જાય;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે'ણી પાળ્યેથી આનંદ વરતાય ... માણવો.

- ગંગા સતી

Comments

Search Reset
2
Vaibhav
14 years ago
રે'ણી means સંસારમાં રહેવાની રીત; ચાલ; આચાર; વર્તણૂક; રહેવાની કે જીવન ગુજારવાની કળા કે રીતભાત; નીતિ સંબંધી આચરણ.
Like Like Quote
0
Utkarsh
16 years ago
what is રે'ણી???
Like Like Quote

Add comment

Submit