Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કાળધર્મ ને સ્વભાવને જીતવો,
રાખવો નહિ અંતરમાં ક્રોધ રે
સમાનપણેથી સર્વેમાં વર્તવું,
ને ટાળી દેવો મનનો વિરોધ રે ... કાળધર્મ.

નિર્મળ થઈને કામને જીતવો,
ને રાખવો અંતરમાં વૈરાગ રે,
જગતના વૈભવને મિથ્યા જાણી,
ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે ... કાળધર્મ.

આલોક પરલોકની આશા તજવી,
ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે,
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,
ને મેલવું અંતરનું માન રે ... કાળધર્મ.

ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું,
ને વર્તવું વચનની માંય રે,
ગંગા સતી એમ બોલિયાં રે,
એને નડે નહિ જગતમાં કાંઈ રે ... કાળધર્મ.

- ગંગા સતી

 

Comments

Search Reset
1
Chandrasinh Sarvaiya
7 years ago
બહુ સરસ ભજન છે.
જય ગુરૂદેવ
Like Like Quote
3
Mehul R Gadhvi
14 years ago
All bhajan collection is really nice. If other old Gujarati saint bhajan included like Sava Bhagat, Rohidas....,then it will become more beautiful. Thanks for all this nice bhajans.
Like Like Quote
6
Pushpa R. Rathod
15 years ago
ગંગાસતીના ભજન કહે છે કે ગુરૂમુખી હોય તેને નડે નહીં જગત કોઈ રે, તો ચાલો વિમુખ બહારથી ને અંતરમુખી બનીએ, સરસ પ્રભુ.
Like Like Quote

Add comment

Submit