Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હરિને ભજતાં હજી કોઈની લાજ - બેલા દેસાઈ

MP3 Audio

હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે ... હરિને ભજતાં

વહાલે ઊગાર્યો પ્રહલાદ, હરણાકંસ (હિરણ્યાકશ્યપ) માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે ... હરિને ભજતાં

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે ... હરિને ભજતાં

વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે;
પાંચાલીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં રે ... હરિને ભજતાં

આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે;
કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે ... હરિને ભજતાં

- પ્રેમળદાસ

 

Comments

Search Reset
0
Dr.Anil Mehta
13 years ago
swargarohan is so nice website. I try to download bhajan but its not possible. please guide me. thanks.
Like Like Quote
0
Hardip Raval
15 years ago
Is it possible to get audio for this bhajan
Like Like Quote
1
Dr. Chandravadan Mistry
16 years ago
Daxesh....On this DIWALI Day I may be for the 1st time to this Blog...Visited briefly the different Sections....Nice, Very Nice !
Thanks for your visits/comments on my Blog. Please revisit to read the New Post & other Posts on chandrapukar.wordpress.com
Like Like Quote

Add comment

Submit