Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં;
અજા જૂથ માંહે રે, સમરથ ગાજે સહીં ... ટેક

સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગ રાજન;
તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃતજ રે, વસ્તુ એમ છૂપી રહી ... તરણાં

કોને કહું ને કોણ સાંભળશે અગમ ખેલ અપાર;
અગમ કેરી ગમ નહિ રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુદ્ધિ થાકી રહે તહીં ... તરણાં

મન પવનની ગતિ ન પહોંચે, અવિનાશી રે અખંડ;
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પુરણ, તેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહિ ઠાલો રે, એક અણુ માત્ર કહીં ... તરણાં

સદગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા રે પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે, પોતે પોતાની પાસ;
દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તુંહીં તુંહીં ... તરણાં

- ધીરો ભગત

 

Comments

Search Reset
1
Vinay Gajjar
7 years ago
@Divesh Shah:
તણખલા સમાન આ સંસારના સુખમાં આપણે ડુંગર સમાન ઈશ્વરીય સુખને આપણે નકારી રહ્યા છીએ. જો સમર્થ થઈને જોશો(વિચારશો) તો એ સુખ આપણાં થી દુર નથી.
Like Like Quote
1
Divyesh Shah
7 years ago
Can you help me understand meaning of the first 2 lines ?
Like Like Quote
2
Lalu Bhaliya
14 years ago
Yes, really it was superb.. bhajan of dhira bhagat. Big thanks.
Like Like Quote
3
Kalpana Pathak
14 years ago
Very popular bhajan because it is so meaningful. Thanks.
Like Like Quote

Add comment

Submit