Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભુજીને પરદામાં રાખ મા, પૂજારી તારા
આતમને ઓઝલમાં રાખ મા ... પૂજારી

વાયુ વિંઝાશે ને દીવડો હોલાશે તારો,
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આજે ઉભો છે આ દેહ અડીખમ
બળી જશે એ તો ખાખમાં ... પૂજારી

ઉડી ઉડીને પંખી આવ્યું હિમાળેથી
થાક ભરેલો એની પાંખમાં,
સાતે સમુદ્રો પાર કર્યા તોયે,
નથી ગુમાન એની આંખમાં ... પૂજારી

છોને લૂંટાય તારા રતન આ આંખના
છોને લૂંટાય હીરા લાખના,
હૈયાનો હીરો તારો કોઇથી લૂંટાય ના
ખોટા હીરાને ખેંચી રાખ મા ...પૂજારી

- ઇન્દુલાલ ગાંધી

Add comment

Submit