if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तस्माद्वा इन्द्रोऽतितरामिवान्यान्देवान्स ह्येनन्नेदिष्ठं ।
पस्पर्श स ह्येनत्प्रथमो विदाञ्चकार ब्रह्मेति ॥३॥

tasmad va indro 'titaram ivanyan devan sa hy enan nedishtham
pasparsha sa hy enat prathamo vidam chakara brahmeti.

ઈન્દ્ર, વાયુ ને અગ્નિદેવ સૌ દેવથકી છે મોટા તે,
પ્રભુની પાસે તે જ પહોંચ્યા સૌથી પ્રથમ કેમકે છે;
ઈન્દ્રદેવને વાયુ અગ્નિથી શ્રેષ્ઠ વધારે માન્યા છે,
ઈન્દ્રદેવતાએ પરમેશ્વર સૌથી પ્હેલાં જાણ્યા છે. ॥૨-૩॥

અર્થઃ

તસ્માદ વૈ - એટલા માટે
ઇન્દ્રઃ - ઇન્દ્ર
અન્યાન્ દેવાન્ - બીજા દેવો કરતાં
અતિતરામ્ ઇવ - જાણે કે વધારે શ્રેષ્ઠ છે.
હિ - કારણ કે
સઃ - એમણે
એનત્ ન્દિષ્ઠમ્ - એ પરમપ્રિય સમીપવર્તી પરમાત્માને
પસ્પર્શ - સૌથી પહેલાં અનુભવ્યા
સ હિ - એમણે જ
એનત્ - એમને
પ્રથમઃ - બીજા દેવો કરતાં પહેલાં
વિદાંચકાર - સારી રીતે જાણી લીધા (કે)
બ્રહ્મ ઇતિ - એ બ્રહ્મ છે.

ભાવાર્થઃ

ત્રણે દેવોમાં પણ ઇન્દ્રનું સ્થાન સૌથી આગળ પડતું અથવા ઉત્તમ છે, કારણ કે ઉમાદેવીના અસાધારણ અનુગ્રહથી સૌથી પહેલાં એમણે જ પરમાત્માને જાણી લીધા અને એમના અલૌકિક મહિમાને પણ ઓળખી લીધો. અગ્નિ તથા વાયુદેવ કરતાં એ દૃષ્ટિએ એ શ્રેષ્ઠ મનાય છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.