Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम और सुग्रीव के बीच मैत्री
 
देखि पवन सुत पति अनुकूला । हृदयँ हरष बीती सब सूला ॥
नाथ सैल पर कपिपति रहई । सो सुग्रीव दास तव अहई ॥ १॥
 
तेहि सन नाथ मयत्री कीजे । दीन जानि तेहि अभय करीजे ॥
सो सीता कर खोज कराइहि । जहँ तहँ मरकट कोटि पठाइहि ॥२॥
 
एहि बिधि सकल कथा समुझाई । लिए दुऔ जन पीठि चढ़ाई ॥
जब सुग्रीवँ राम कहुँ देखा । अतिसय जन्म धन्य करि लेखा ॥३॥
 
सादर मिलेउ नाइ पद माथा । भैंटेउ अनुज सहित रघुनाथा ॥
कपि कर मन बिचार एहि रीती । करिहहिं बिधि मो सन ए प्रीती ॥४॥
 
(दोहा)
तब हनुमंत उभय दिसि की सब कथा सुनाइ ।
पावक साखी देइ करि जोरी प्रीती दृढ़ाइ ॥ ४ ॥


 
શ્રીરામ અને સુગ્રીવ વચ્ચે મૈત્રી
 
પેખી પવનસુત પતિ અનુકૂળ હરખ્યા, મટી બધીયે શૂળ,
વદ્યા શૈલ પર કપિપતિવાસ, એ સુગ્રીવ આપનો દાસ.
 
કરો મિત્રતા એની સાથ દીન સમજતાં પકડી હાથ
અર્પો આલંબન પ્રેમે, અભય બનાવી દો રે'મે.
 
કરાવશે સીતાની ખોજ યોદ્ધાગણ મોકલતાં રોજ;
કહી શાંતિથી સર્વ કથા શમાવતાં સઘળીયે વ્યથા.
 
ખભા ઉપર આસન આપ્યું, અંતર ગિરિકેરું કાપ્યું;
સુગ્રીવે નિરખીને રામ માન્યો જન્મ ધન્ય કૃતકામ.
 
સાદર મળી કર્યા પ્રણિપાત, ભેટ્યાં ભાવે બંને ભ્રાત;
કપિવર વિચારવા લાગ્યો, સંશય ચિત્તમહીં જાગ્યો.
 
(દોહરો) 
અરે વિધાતા રામ આ બનશે મારા મીત?
હનુમાને એ ઉભયની કહી કથા ને રીત
પાવકને સાક્ષી કરી બાંધી પાવન પ્રીત.