Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सुग्रीव ने बालि को युद्ध के लिए ललकारा
 
जे न मित्र दुख होहिं दुखारी । तिन्हहि बिलोकत पातक भारी ॥
निज दुख गिरि सम रज करि जाना । मित्रक दुख रज मेरु समाना ॥१॥
 
जिन्ह कें असि मति सहज न आई । ते सठ कत हठि करत मिताई ॥
कुपथ निवारि सुपंथ चलावा । गुन प्रगटे अवगुनन्हि दुरावा ॥२॥
 
देत लेत मन संक न धरई । बल अनुमान सदा हित करई ॥
बिपति काल कर सतगुन नेहा । श्रुति कह संत मित्र गुन एहा ॥३॥
 
आगें कह मृदु बचन बनाई । पाछें अनहित मन कुटिलाई ॥
जा कर चित अहि गति सम भाई । अस कुमित्र परिहरेहि भलाई ॥४॥
 
सेवक सठ नृप कृपन कुनारी । कपटी मित्र सूल सम चारी ॥
सखा सोच त्यागहु बल मोरें । सब बिधि घटब काज मैं तोरें ॥५॥
 
कह सुग्रीव सुनहु रघुबीरा । बालि महाबल अति रनधीरा ॥
दुंदुभी अस्थि ताल देखराए । बिनु प्रयास रघुनाथ ढहाए ॥६॥
 
देखि अमित बल बाढ़ी प्रीती । बालि बधब इन्ह भइ परतीती ॥
बार बार नावइ पद सीसा । प्रभुहि जानि मन हरष कपीसा ॥७॥
 
उपजा ग्यान बचन तब बोला । नाथ कृपाँ मन भयउ अलोला ॥
सुख संपति परिवार बड़ाई । सब परिहरि करिहउँ सेवकाई ॥८॥
 
ए सब रामभगति के बाधक । कहहिं संत तब पद अवराधक ॥
सत्रु मित्र सुख दुख जग माहीं । माया कृत परमारथ नाहीं ॥९॥
 
बालि परम हित जासु प्रसादा । मिलेहु राम तुम्ह समन बिषादा ॥
सपनें जेहि सन होइ लराई । जागें समुझत मन सकुचाई ॥१०॥
 
अब प्रभु कृपा करहु एहि भाँती । सब तजि भजनु करौं दिन राती ॥
सुनि बिराग संजुत कपि बानी । बोले बिहँसि रामु धनुपानी ॥११॥
 
जो कछु कहेहु सत्य सब सोई । सखा बचन मम मृषा न होई ॥
नट मरकट इव सबहि नचावत । रामु खगेस बेद अस गावत ॥१२॥
 
लै सुग्रीव संग रघुनाथा । चले चाप सायक गहि हाथा ॥
तब रघुपति सुग्रीव पठावा । गर्जेसि जाइ निकट बल पावा ॥१३॥
 
सुनत बालि क्रोधातुर धावा । गहि कर चरन नारि समुझावा ॥
सुनु पति जिन्हहि मिलेउ सुग्रीवा । ते द्वौ बंधु तेज बल सींवा ॥१४॥
 
कोसलेस सुत लछिमन रामा । कालहु जीति सकहिं संग्रामा ॥१५॥
 
(दोहा)
कह बालि सुनु भीरु प्रिय समदरसी रघुनाथ ।
जौं कदाचि मोहि मारहिं तौ पुनि होउँ सनाथ ॥ ७ ॥


 
સુગ્રીવ વાલિને લડવા માટે આવાહન કરે છે
 
જે ના મિત્રદુઃખે દુઃખી થાય તેને જોવાનું પાપ ગણાય;
દુઃખ ગિરિ નિજ રજસમ જાણે, મિત્રદુઃખ રજને મેરુ માને.
 
જેની બુદ્ધિ સહજ ના એવી એની મિત્રતા વ્યર્થ જ જેવી;
મિત્ર મિત્રને સન્માર્ગે વાળે, ગુણ પ્રગટાવે દુર્ગુણ ટાળે.
 
લેવાદેવામાં શંકા કરે ના, કરે કલ્યાણ બનતું બધું હા !
કરે વિપદમાં શતગણો સ્નેહ, સદા સ્નમિત્ર માનવો એહ.
 
બોલે સામે આવી મૃદુ વાણ, કિન્તુ પાછળતી હરે પ્રાણ,
કરે અનહિત કુટિલ બનીને, એનો સંગ ના કરવો જરીયે.
 
શઠ સેવક કંજૂસ રાજ મિત્ર કપટી કુનારી ના લાજ,
શૂળ સરખાં કરાળ એ ચાર કદી કરી શકે ના ઉદ્ધાર.
 
(દોહરો)   
ચિંતા છોડી દો હવે રાખી મુજ વિશ્વાસ,
બોલ્યા રામ કરીશ હું પૂર્ણ બધીયે આશ.
 
સાત તાડનાં વૃક્ષને તોડ્યાં એક જ બાણ
ભારે શ્રદ્ધાથી થયો પુલકિત એનો પ્રાણ.
 
વારંવાર નમાવી શીશ હરખ્યો જાણી ઇશ કપીશ,
ઉપજ્યું જ્ઞાન વદ્યો ને વાણ, બન્યો સ્થિર આજે મુજ પ્રાણ.
 
છોડી સુખ સંપત પરિવાર અહં સદા સેવીશ દયાળ;
ભક્તિમહીં અવરોધક એ, આરાધક સૌ એમ કહે.
 
શત્રુમિત્ર સુખદુઃખ જગમાં માયાકૃત છે, યથાર્થ ના;
વાલિ પરમહિતકર મારો સંગ કરાવ્યો આ ન્યારો.
એનો પામી પુનિત પ્રસાદ મળ્યો તમોને શમનવિષાદ.
 
સ્વપ્ને યુદ્ધ થઇ જો જાય જાગૃતિમાં મન તો શરમાય;
કૃપાતણો વરસો વરસાદ, ભજુ તજી સઘળું દિનરાત.
 
(દોહરો)   
વિરતિસભર શબ્દો સુણી બોલ્યા રામ સપ્રેમ,
શ્રદ્ધા ધારો સૌ થશે તમે કહો છો તેમ.
 
વચન થશે મિથ્યા નહીં મારું મિત્ર કદી,
વિધિએ સઘળી યોજના છે અનુકૂળ ઘડી.
 
નટ મરકટ સમ રામ નચાવે સૌને એમ વેદ સહુ ગાયે;
ધનુષબાણ લેતાં રઘુનાથ ચાલ્યા પછી સુહૃદની સાથ.
 
પામી શક્તિ રામતણી કરી ગર્જના ઘોર ઘણી,
વાલિ ક્રુદ્ધ દોડ્યો ભારે, સ્ત્રીએ સમજાવ્યો ત્યારે.
 
મળ્યો જેમને છે સુગ્રીવ બંધુ ઉભય છે તે અતિવીર,
કોશલેશસુત લક્ષ્મણ રામ કાળનેય જીતે સંગ્રામ.
 
(દોહરો)  
વાલિ વદ્યો સાંભળ પ્રિયે, સમદર્શી રઘુનાથ,
મારશે મને જો કદી બનીશ તોય સનાથ.