Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सुग्रीव को दंड देने हेतु किष्किंधा गये लक्ष्मण
 
इहाँ पवनसुत हृदयँ बिचारा । राम काजु सुग्रीवँ बिसारा ॥
निकट जाइ चरनन्हि सिरु नावा । चारिहु बिधि तेहि कहि समुझावा ॥१॥
 
सुनि सुग्रीवँ परम भय माना । बिषयँ मोर हरि लीन्हेउ ग्याना ॥
अब मारुतसुत दूत समूहा । पठवहु जहँ तहँ बानर जूहा ॥२॥
 
कहहु पाख महुँ आव न जोई । मोरें कर ता कर बध होई ॥
तब हनुमंत बोलाए दूता । सब कर करि सनमान बहूता ॥३॥
 
भय अरु प्रीति नीति देखाई । चले सकल चरनन्हि सिर नाई ॥
एहि अवसर लछिमन पुर आए । क्रोध देखि जहँ तहँ कपि धाए ॥४॥
 
(दोहा) 
धनुष चढ़ाइ कहा तब जारि करउँ पुर छार ।
ब्याकुल नगर देखि तब आयउ बालिकुमार ॥ १९ ॥


 
સુગ્રીવને દંડ દેવાના હેતુથી લક્ષ્મણનો કિષ્કિંધા પ્રવેશ
 
કર્યો પવનસુતે ત્યાં વિચાર રામકાજનો આવ્યો ના પાર;
શીશ સુગ્રીવચરણે નમાવ્યું, મિત્રવચનને યાદ કરાવ્યું.
 
બન્યો ભયભીત સુગ્રીવપ્રાણ હર્યુ વિષયોએ મારું જ્ઞાન,
હવે પાઠવો દૂતસમૂહ જ્યાં ત્યાં વાનરવીરોનાં જૂથ.
આવે પખવાડિયામાં જે ના રહી જીવિત શકશે તે ના.
 
પછી બોલાવ્યા હનુમાને વીર વળ્યા સન્માન્યા બલવંત ધીર,
ભીતિપ્રીતિ ને નીતિ બતાવી; ચાલ્યા સર્વે સાદર સુખે નામી.
 
(દોહરો)  
કર્યો લક્ષ્મણે પુરમહીં તે વખતે જ પ્રવેશ
લાગ્યા વાનર નાસવા ક્રુદ્ધ દેખતાં વેશ.
 
ધનુષ ચઢાવી લક્ષ્મણે કહ્યું નગરને બાળું;
અંગદ આવ્યો એ સમે નમન કરી ન્યારું.