Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सीता की माहिती न मिलने से वानरसेना हताश
 
इहाँ बिचारहिं कपि मन माहीं । बीती अवधि काज कछु नाहीं ॥
सब मिलि कहहिं परस्पर बाता । बिनु सुधि लएँ करब का भ्राता ॥१॥
 
कह अंगद लोचन भरि बारी । दुहुँ प्रकार भइ मृत्यु हमारी ॥
इहाँ न सुधि सीता कै पाई । उहाँ गएँ मारिहि कपिराई ॥२॥
 
पिता बधे पर मारत मोही । राखा राम निहोर न ओही ॥
पुनि पुनि अंगद कह सब पाहीं । मरन भयउ कछु संसय नाहीं ॥३॥
 
अंगद बचन सुनत कपि बीरा । बोलि न सकहिं नयन बह नीरा ॥
छन एक सोच मगन होइ रहे । पुनि अस वचन कहत सब भए ॥४॥
 
हम सीता कै सुधि लिन्हें बिना । नहिं जैंहैं जुबराज प्रबीना ॥
अस कहि लवन सिंधु तट जाई । बैठे कपि सब दर्भ डसाई ॥५॥
 
जामवंत अंगद दुख देखी । कहिं कथा उपदेस बिसेषी ॥
तात राम कहुँ नर जनि मानहु । निर्गुन ब्रम्ह अजित अज जानहु ॥६॥
 
(दोहा) 
निज इच्छा प्रभु अवतरइ सुर महि गो द्विज लागि ।
सगुन उपासक संग तहँ रहहिं मोच्छ सब त्यागि ॥ २६ ॥


 
સીતાની શોધમાં સફળતા ન મળતા વાનરો હતાશ
 
વીતી અવધિ થયું નવ કામ એવું સમજી કપિ હાર્યા હામ;
કરવા લાગ્યા પરસ્પર વાત, ખાલી હાથે ફરીશું શું ભ્રાત !
 
બોલ્યો અંગદ આંખે ભરી વારિ, ભમે મૃત્યુ મસ્તક પર ભારી;
સૂધ સીતાતણી નવ પામ્યા, જઇશું સુગ્રીવને હાથે માર્યા.
 
વાલિ મારી મને હોત માર્યો, કિન્તુ રામે જ મુજને ઉગાર્યો;
નથી સુગ્રીવનો ઉપકાર, હવે દીસે સમીપે જ કાળ.
 
સુણી વચન રહ્યા કપિવીર, વહ્યાં શીઘ્ર નયનથકી નીર;
બન્યા સર્વ વિચારમાં લીન, વદ્યા વચન પછીથી પ્રવીણ.
 
મળે સીતાની માહિતી ના જો, પાછા ફરવું નથી નગરે તો;
બેઠા સૌએ લવણસિંધુ પાસે દર્ભ પાથરી મૃત્યુની આશે.
 
(દોહરો)
દુઃખ દેખી અંગદતણું કહ્યું જાંબવાને,
રઘુનંદનને માનવી કોઇ ના માને.
 
નિર્ગુણ બ્રહ્મ અજિતઅજ સાચે તે તો છે,
બડભાગી અતિ આપણે બન્યા સેવકો કે.
 
સગુણ બ્રહ્મ શ્રીરામનો પામીને અનુરાગ
શ્વાસ લઇએ પ્રતિપળે અન્ય છોડતાં રાગ.
 
સ્વેચ્છાથી પ્રભુ અવતરે સુરક્ષિતિગોદ્વિજકાજ,
સંગ સગુણ ભક્તો રહે કરી મોક્ષસુખત્યાગ.