Lanka Kand
Doha 12
चंद्र का उदय देखकर चर्चा
पूरब दिसि गिरिगुहा निवासी । परम प्रताप तेज बल रासी ॥
मत्त नाग तम कुंभ बिदारी । ससि केसरी गगन बन चारी ॥१॥
बिथुरे नभ मुकुताहल तारा । निसि सुंदरी केर सिंगारा ॥
कह प्रभु ससि महुँ मेचकताई । कहहु काह निज निज मति भाई ॥२॥
कह सुग़ीव सुनहु रघुराई । ससि महुँ प्रगट भूमि कै झाँई ॥
मारेउ राहु ससिहि कह कोई । उर महँ परी स्यामता सोई ॥३॥
कोउ कह जब बिधि रति मुख कीन्हा । सार भाग ससि कर हरि लीन्हा ॥
छिद्र सो प्रगट इंदु उर माहीं । तेहि मग देखिअ नभ परिछाहीं ॥४॥
प्रभु कह गरल बंधु ससि केरा । अति प्रिय निज उर दीन्ह बसेरा ॥
बिष संजुत कर निकर पसारी । जारत बिरहवंत नर नारी ॥५॥
(दोहा)
कह हनुमंत सुनहु प्रभु ससि तुम्हारा प्रिय दास ।
तव मूरति बिधु उर बसति सोइ स्यामता अभास ॥ १२(क) ॥
पवन तनय के बचन सुनि बिहँसे रामु सुजान ।
दच्छिन दिसि अवलोकि प्रभु बोले कृपा निधान ॥ १२(ख) ॥
॥ नवान्हपारायण सातवाँ विश्राम ॥
MP3 Audio
ચંદ્રોદયને જોઈને ચર્ચા
પૂર્વદિશા ગિરિગુહાનિવાસી પરમપ્રતાપ તેજબળરાશી,
તમિસ્ત્રથર ગજશીશ વિદારી શશિકેસરી ગગન વનચારી.
વિખર્યાં મોતી નભના તારા નિશાસુંદરી ભૂષણ ન્યારાં;
શ્યામ ડાઘ છે વિધુમાં જે પૂછ્યું પ્રભુએ શું છે તે,
નિજ નિજ મતિ અનુસાર કહો અનુભવરસને લેશ લહો.
સુગ્રીવ વદ્યા હે રઘુરાય, શશિમાં પ્રગટે ધરતીછાંય,
વદ્યા અન્ય કે માર્યો માર ચંદ્રસાથ લડતાં કદિકાળ,
ઘોર રાહુએ અંતર શ્યામ તેથી થયું ચંદ્રનું રામ !
વિધિએ રતિનું વદન કર્યું રૂપ તે સમે વિધુનું હર્યું,
છિદ્ર હૃદયમાં વિધુના તે પ્રગટ કરે નભછાયાને.
બોલ્યા પ્રભુ વિષ વિધુનો ભ્રાત રાખ્યો એથી હૃદયે સાથ,
વિષમય કરનો કરી પ્રસાર બાળે વિરહવંત નરનાર.
(દોહરો)
હનુમંત વદ્યા પ્રભુ સુણો શશિ છે તમ પ્રિય દાસ,
પ્રભુપ્રતિમા વિધુ ઉર વસે એ શ્યામતા-આભાસ.
પવનતનયનાં વચનથી વિહસ્યા રામ સુજાણ;
અવલોકી દક્ષિણ દિશા બોલ્યા કૃપાનિધાન.