Lanka Kand
Jamvant advise Ram to send an envoy
जामवंत ने रावण के पास दूत भेजने की सलाह दी
इहाँ प्रात जागे रघुराई । पूछा मत सब सचिव बोलाई ॥
कहहु बेगि का करिअ उपाई । जामवंत कह पद सिरु नाई ॥१॥
सुनु सर्बग्य सकल उर बासी । बुधि बल तेज धर्म गुन रासी ॥
मंत्र कहउँ निज मति अनुसारा । दूत पठाइअ बालिकुमारा ॥२॥
नीक मंत्र सब के मन माना । अंगद सन कह कृपानिधाना ॥
बालितनय बुधि बल गुन धामा । लंका जाहु तात मम कामा ॥३॥
बहुत बुझाइ तुम्हहि का कहऊँ । परम चतुर मैं जानत अहऊँ ॥
काजु हमार तासु हित होई । रिपु सन करेहु बतकही सोई ॥४॥
(सोरठा)
प्रभु अग्या धरि सीस चरन बंदि अंगद उठेउ ।
सोइ गुन सागर ईस राम कृपा जा पर करहु ॥ १७(क) ॥
स्वयं सिद्ध सब काज नाथ मोहि आदरु दियउ ।
अस बिचारि जुबराज तन पुलकित हरषित हियउ ॥ १७(ख) ॥
MP3 Audio
જાંબવત દૂત મોકલવાની સલાહ આપે છે
(દોહરો)
પ્રાત:કાળે રઘુવરે પૂછી સચિવ સલાહ,
કહ્યો જાંબવાને કરી વંદન ઉચિત ઉપાય.
*
હે સર્વજ્ઞ સકળ ઉરવાસી, ધર્મ તેજ મતિ બળ ગુણરાશી,
કહી રહ્યો નિજ મતિ અનુસાર, દૂત પાઠવો વાલિકુમાર.
લાગી રુચિકર સૌને વાણ; અંગદ બોલ્યા કૃપાનિધાન,
વાલિતનય મતિબળગુણધામ, અવસર આવ્યો કરવા કામ.
રિપુથી વદવી એવી વાણ એનું હો જેથી કલ્યાણ,
હેતુ આપણો સકળ સરે, રોગી ઊગરે રોગ મરે.
(દોહરો)
આજ્ઞા શિર ઘારી નમી બોલ્યો અંગદ વીર,
કૃપા કરો તે થાય છે ગુણસાગર ને ધીર.
સ્વયંસિદ્ધ કાર્યો છતાં મને નિમિત્ત કરો,
રોમાંચિત હર્ષિત બન્યો, આદર મને ધરો.