अंगद और रावण का संवाद
सुनि अंगद सकोप कह बानी । बोलु सँभारि अधम अभिमानी ॥
सहसबाहु भुज गहन अपारा । दहन अनल सम जासु कुठारा ॥१॥
जासु परसु सागर खर धारा । बूड़े नृप अगनित बहु बारा ॥
तासु गर्ब जेहि देखत भागा । सो नर क्यों दससीस अभागा ॥२॥
राम मनुज कस रे सठ बंगा । धन्वी कामु नदी पुनि गंगा ॥
पसु सुरधेनु कल्पतरु रूखा । अन्न दान अरु रस पीयूषा ॥३॥
बैनतेय खग अहि सहसानन । चिंतामनि पुनि उपल दसानन ॥
सुनु मतिमंद लोक बैकुंठा । लाभ कि रघुपति भगति अकुंठा ॥४॥
(दोहा)
सेन सहित तब मान मथि बन उजारि पुर जारि ॥
कस रे सठ हनुमान कपि गयउ जो तव सुत मारि ॥ २६ ॥
MP3 Audio
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
કહી અંગદે સકોપ વાણ, અરે અધમ માની અજ્ઞાન,
કાર્તવીર્યભુજ ગહન અપાર દહન અનલસમ પરશુ કરાળ.
જેની પરશુસિંઘુની ધાર ડૂબ્યા નૃપ અનેક બહુ વાર,
હર્યું એમનું પણ અભિમાન પ્રથમ મુલાકાતે જ પુરાણ.
રામ તે મનુજ ના ભગવંત; ધન્વી કામ ન, નદી ન ગંગ;
કામધેનુ પશુ અન્ન ન દાન, સુધા ન રસ સાધારણ જાણ.
કલ્પવૃક્ષ ના પ્રાકૃત વૃક્ષ, લોક ન સાધારણ વૈકુંઠ;
ગરુડ વિહંગ સર્પ ના શેષ, ચિંતામણિ પથ્થર ના લેશ.
રામભક્તિ સામાન્ય ન લાભ, આલંબન સામાન્ય ન આભ.
(દોહરો)
માન હણી સેનાસહિત પુરવન નષ્ટ કરી,
માર્યો જેણે પુત્ર તે કપિ હનુમાન વળી ?

