Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अंगद और रावण का संवाद
 
सुनु रावन परिहरि चतुराई । भजसि न कृपासिंधु रघुराई ॥
जौ खल भएसि राम कर द्रोही । ब्रह्म रुद्र सक राखि न तोही ॥१॥
 
मूढ़ बृथा जनि मारसि गाला । राम बयर अस होइहि हाला ॥
तव सिर निकर कपिन्ह के आगें । परिहहिं धरनि राम सर लागें ॥२॥
 
ते तव सिर कंदुक सम नाना । खेलहहिं भालु कीस चौगाना ॥
जबहिं समर कोपहि रघुनायक । छुटिहहिं अति कराल बहु सायक ॥३॥
 
तब कि चलिहि अस गाल तुम्हारा । अस बिचारि भजु राम उदारा ॥
सुनत बचन रावन परजरा । जरत महानल जनु घृत परा ॥४॥
 
(दोहा)
कुंभकरन अस बंधु मम सुत प्रसिद्ध सक्रारि ।
मोर पराक्रम नहिं सुनेहि जितेउँ चराचर झारि ॥ २७ ॥

MP3 Audio

 
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
 
(દોહરો) 
ચતુરતા બધી પરહરી ભજ કૃપાળુ રઘુરાય;
દ્રોહી રામતણો બચે કદી ન કોટિ ઉપાય.
 
બ્રહ્મા શંકરથીય ના કદી શકે ઊગરી;
રામશરે શિર તુજ જશે ધરતી ઉપર ઢળી.
 
ભાલુ તેમ કપિ શિરરૂપી કંદુકથી રમશે;
રઘુનાયક રણભૂમિમાં ઘોર કોપ કરશે,
 
સુતીક્ષ્ણ સાયક એમનાં ક્ષુધાર્તશાં છૂટશે,
મિથ્યાભિમાન તે સમે માટીમાં મળશે.
 
માટે ભજ શ્રીરામને. સુણતાં એ વચનો,
રાવણ પ્રજળ્યો, અગ્નિ જ્યમ હોમ થતાં ઘૃતનો.
 
કુંભકર્ણ છે બંધુ મુજ ઈન્દ્રજીત સુત ખ્યાત,
બોલ્યો રાવણ શૌર્યનું પ્રતીક હું સાક્ષાત.