Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अंगद और रावण का संवाद
 
सठ साखामृग जोरि सहाई । बाँधा सिंधु इहइ प्रभुताई ॥
नाघहिं खग अनेक बारीसा । सूर न होहिं ते सुनु सब कीसा ॥१॥
 
मम भुज सागर बल जल पूरा । जहँ बूड़े बहु सुर नर सूरा ॥
बीस पयोधि अगाध अपारा । को अस बीर जो पाइहि पारा ॥२॥
 
दिगपालन्ह मैं नीर भरावा । भूप सुजस खल मोहि सुनावा ॥
जौं पै समर सुभट तव नाथा । पुनि पुनि कहसि जासु गुन गाथा ॥३॥
 
तौ बसीठ पठवत केहि काजा । रिपु सन प्रीति करत नहिं लाजा ॥
हरगिरि मथन निरखु मम बाहू । पुनि सठ कपि निज प्रभुहि सराहू ॥४॥
 
(दोहा)
सूर कवन रावन सरिस स्वकर काटि जेहिं सीस ।
हुने अनल अति हरष बहु बार साखि गौरीस ॥ २८ ॥

MP3 Audio

 
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
 
શઠ, વાનરની લઈ સહાય સેતુ રચ્યો ના પ્રભુતા કાંય;
ઓળંગે ખગ લક્ષ સમુદ્ર ગણાય તેથી તે ના શૂર.
 
મમ ભૂજસાગર જળભરપૂર, ડૂબ્યા એમાં સુરનરશૂર;
પયોધિ વીસ અગાધ અપાર પામે કોઈ વીર ન પાર.
 
દિગપાલો છે મારા દાસ, યશ ગાય છતાં નૃપનો ખાસ;
જેની ગાતો ગુણની ગાથ હોય સુભટ તે તારો નાથ,
 
દૂત મોકલે તો શા કાજ, પ્રીતિ કર્યે ના આવે લાજ ?
હરગિરિમથન બાહુ મુજ જો, સ્તવ પછી પ્રભુ તુજ ચાહે તો.
 
(દોહરો) 
શૂર કોણ રાવણસમો નિજ કર કાપી શીશ,
હોમ્યાં જેણે અનલ બહુ, સાક્ષી છે ગૌરીશ.