Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अंगद और रावण का संवाद
 
जरत बिलोकेउँ जबहिं कपाला । बिधि के लिखे अंक निज भाला ॥
नर कें कर आपन बध बाँची । हसेउँ जानि बिधि गिरा असाँची ॥१॥
 
सोउ मन समुझि त्रास नहिं मोरें । लिखा बिरंचि जरठ मति भोरें ॥
आन बीर बल सठ मम आगें । पुनि पुनि कहसि लाज पति त्यागे ॥२॥
 
कह अंगद सलज्ज जग माहीं । रावन तोहि समान कोउ नाहीं ॥
लाजवंत तव सहज सुभाऊ । निज मुख निज गुन कहसि न काऊ ॥३॥
 
सिर अरु सैल कथा चित रही । ताते बार बीस तैं कही ॥
सो भुजबल राखेउ उर घाली । जीतेहु सहसबाहु बलि बाली ॥४॥
 
सुनु मतिमंद देहि अब पूरा । काटें सीस कि होइअ सूरा ॥
इंद्रजालि कहु कहिअ न बीरा । काटइ निज कर सकल सरीरा ॥५॥
 
(दोहा)
जरहिं पतंग मोह बस भार बहहिं खर बृंद ।
ते नहिं सूर कहावहिं समुझि देखु मतिमंद ॥ २९ ॥

MP3 Audio

 
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
 
બળતાં જ્યારે હતાં કપાલ વાંચ્યા લેખ વિધિતણા ભાલ,
નરથી મરણ થશે મુજ કે, હસ્યો જાણતાં ભવિષ્ય તે.
 
થયો વૃદ્ધ વિધિને ભ્રમ ખૂબ, ભય લાગે મુજને નવ દૂત;
લાજ છતાં સઘળી ત્યાગી બન્યો અન્યનો તું રાગી.
 
(દોહરો) 
બોલ્યો અંગદ તુજસમો લાજવાન જગમાં,
નથી અન્ય વર્ણન કરે જે નિત નિજ ગુણનાં.
 
કૈલાસ તથા શિરતણા બલિદાનતણી વાત,
વીસ વાર તેં વર્ણવી કરવા મુજને ભ્રાંત.
 
કાર્તવીર્ય બલિવાલિને જીત્યા જેથી તેં,
ઉરમાં રાખ્યું બાહુબળ જતન કરીને એ.
 
મસ્તક કાપ્યે થાય છે શૂરવીર કોઈ ?
કાપે નિજ હાથે તરત પોતાની કાયા,
 
તોય વીર એને કહે નહીં રંકરાયા,
ઈન્દ્રજાળ કરનારની માયાને જોઈ.
 
પતંગ મોહથકી જલે, ભાર વહે ખર તેમ,
તોપણ શૂર મનાય ના, સમજ સાનમાં એમ.