if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अंगद और रावण का संवाद
 
जौ अस करौं तदपि न बड़ाई । मुएहि बधें नहिं कछु मनुसाई ॥
कौल कामबस कृपिन बिमूढ़ा । अति दरिद्र अजसी अति बूढ़ा ॥१॥
 
सदा रोगबस संतत क्रोधी । बिष्नु बिमूख श्रुति संत बिरोधी ॥
तनु पोषक निंदक अघ खानी । जीवन सव सम चौदह प्रानी ॥२॥
 
अस बिचारि खल बधउँ न तोही । अब जनि रिस उपजावसि मोही ॥
सुनि सकोप कह निसिचर नाथा । अधर दसन दसि मीजत हाथा ॥३॥
 
रे कपि अधम मरन अब चहसी । छोटे बदन बात बड़ि कहसी ॥
कटु जल्पसि जड़ कपि बल जाकें । बल प्रताप बुधि तेज न ताकें ॥४॥
 
(दोहा)
अगुन अमान जानि तेहि दीन्ह पिता बनबास ।
सो दुख अरु जुबती बिरह पुनि निसि दिन मम त्रास ॥ ३१(क) ॥
 
जिन्ह के बल कर गर्ब तोहि अइसे मनुज अनेक ।
खाहीं निसाचर दिवस निसि मूढ़ समुझु तजि टेक ॥ ३१(ख) ॥

MP3 Audio

 
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
 
(દોહરો)  
એમ કરું તોપણ નહીં મોટાઈ એમાં,
મારવામહીં મૃતકને મનુષ્યતા છે ના.
*
કૌલ કામવશ કૃપણ વિમૂઢ અપયશમય અતિ દરિદ્ર વૃદ્ધ,
સદા વ્યાધિવશ સંતત ક્રુદ્ધ વિષ્ણુવિમુખ શ્રુતિ સંત વિરુદ્ધ,
 
તનપોષક નિંદક અઘખાણ, ચૌદ જીવતાં એ નિષ્પ્રાણ,
એમ વિચારી વધ ન કરું, શબ્દ ન તુજ ગંભીર ગણું.
 
બોલ્યો સકોપ નિશિચરનાથ અધર દબાવી મસળી હાથ,
કપિ તું મરવા અધમ ચહે, લઘુ મુખ મોટી વાત કહે.
 
(દોહરો)  
રે જડ, જેના બળથકી પ્રલાપ કટુક કરે,
તેનામાં બળતેજ ના પ્રતાપબુદ્ધિ મળે.
 
અગુણ અમાની એહને મળ્યો વિકટ વનવાસ,
એ દુ:ખમાં સ્ત્રીનો વિરહ નિશદિન ને મુજ ત્રાસ.
 
એના બળનો ગર્વ પણ એવા મનુજ અનેક,
ખાય રાક્ષસો રાતદિન, પામ વિમૂઢ વિવેક.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.