अंगद ने रावण को चेतावनी दी
एहि बिधि बेगि सूभट सब धावहु । खाहु भालु कपि जहँ जहँ पावहु ॥
मर्कटहीन करहु महि जाई । जिअत धरहु तापस द्वौ भाई ॥१॥
पुनि सकोप बोलेउ जुबराजा । गाल बजावत तोहि न लाजा ॥
मरु गर काटि निलज कुलघाती । बल बिलोकि बिहरति नहिं छाती ॥२॥
रे त्रिय चोर कुमारग गामी । खल मल रासि मंदमति कामी ॥
सन्यपात जल्पसि दुर्बादा । भएसि कालबस खल मनुजादा ॥३॥
याको फलु पावहिगो आगें । बानर भालु चपेटन्हि लागें ॥
रामु मनुज बोलत असि बानी । गिरहिं न तव रसना अभिमानी ॥४॥
गिरिहहिं रसना संसय नाहीं । सिरन्हि समेत समर महि माहीं ॥५॥
(सोरठा)
सो नर क्यों दसकंध बालि बध्यो जेहिं एक सर ।
बीसहुँ लोचन अंध धिग तव जन्म कुजाति जड़ ॥ ३३(क) ॥
तब सोनित की प्यास तृषित राम सायक निकर ।
तजउँ तोहि तेहि त्रास कटु जल्पक निसिचर अधम ॥ ३३(ख) ॥
MP3 Audio
અંગદ રાવણને ચેતવણી આપે છે
(દોહરો)
મર્કટહીન મહી કરો, ઉભય તપસ્વી ભ્રાત,
જીવતા જ બંદી કરો, સુણો સેવકો વાત.
અંગદ વદ્યો સકોપ, રે કુળનાશક તુજને,
લાજ નથી બકવાદની; કાપી ગરદનને,
હત્યા કર તારી હવે દેખી બળ મારું,
હૃદય તૂટતું કેમ ના જડતાભર તારું ?
કુમાર્ગગામી મંદમતિ ખલ મલનિધિ સ્ત્રીચોર,
કામી દાનવ દુષ્ટ તું કરે કાળવશ શોર,
સંનિપાતથી; પામશે તેનો બદલો તું;
રામ મનુજ કહેતાં નથી જીભ તૂટતી શું ?
કરશે વાનરભાલુ સૌ તુજ પર રણે પ્રહાર,
પડશે મસ્તક તૂટતાં જિહવા તરત બહાર.
વાલિને હણ્યો બાણથી નર તે ના દસકંધ,
જન્મ વૃથા તુજ અજ્ઞ હે છતે લોચને અંધ.
*
તુજ શોણિતની પ્યાસ તૃષિત રામસાયકનિકર,
તેને કાજ તજું તને કટુ જલ્પક રાક્ષસ અધમ.

