Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रावण की सभा में अंगद ने अपना पैर हठाने का आवाहन किया
 
मै तव दसन तोरिबे लायक । आयसु मोहि न दीन्ह रघुनायक ॥
असि रिस होति दसउ मुख तोरौं । लंका गहि समुद्र महँ बोरौं ॥१॥
 
गूलरि फल समान तव लंका । बसहु मध्य तुम्ह जंतु असंका ॥
मैं बानर फल खात न बारा । आयसु दीन्ह न राम उदारा ॥२॥
 
जुगति सुनत रावन मुसुकाई । मूढ़ सिखिहि कहँ बहुत झुठाई ॥
बालि न कबहुँ गाल अस मारा । मिलि तपसिन्ह तैं भएसि लबारा ॥३॥
 
साँचेहुँ मैं लबार भुज बीहा । जौं न उपारिउँ तव दस जीहा ॥
समुझि राम प्रताप कपि कोपा । सभा माझ पन करि पद रोपा ॥४॥
 
जौं मम चरन सकसि सठ टारी । फिरहिं रामु सीता मैं हारी ॥
सुनहु सुभट सब कह दससीसा । पद गहि धरनि पछारहु कीसा ॥५॥
 
इंद्रजीत आदिक बलवाना । हरषि उठे जहँ तहँ भट नाना ॥
झपटहिं करि बल बिपुल उपाई । पद न टरइ बैठहिं सिरु नाई ॥६॥
 
पुनि उठि झपटहीं सुर आराती । टरइ न कीस चरन एहि भाँती ॥
पुरुष कुजोगी जिमि उरगारी । मोह बिटप नहिं सकहिं उपारी ॥७॥
 
(दोहा)
कोटिन्ह मेघनाद सम सुभट उठे हरषाइ ।
झपटहिं टरै न कपि चरन पुनि बैठहिं सिर नाइ ॥ ३४(क) ॥
 
भूमि न छाँडत कपि चरन देखत रिपु मद भाग ॥
कोटि बिघ्न ते संत कर मन जिमि नीति न त्याग ॥ ३४(ख) ॥

MP3 Audio

 
અંગદ પોતાનો પગ હઠાવવા સભામાં પડકાર ફેંકે છે
 
દશન તોડવા છું તુજલાયક, આજ્ઞા પણ ન કરી રઘુનાયક,
રોષ થાય છે મુજને ખૂબ, તોડી નાખી તારાં મુખ,
 
ઉઠાવતાં લંકાને આજ નાખું સમુદ્રમાં સોલ્લાસ.
ઉંબરાતણા ફળશી પુરી કીટ તમે સૌ તેની મહીં;
ખાતાં મને ન લાગે વાર, પરંતુ ના આદેશ ઉદાર,
આપ્યો રઘુપતિએ મુજને, નહિ તો છોડત ના તુજને.
 
હસ્યો સાંભળી રાવણ વાત બોલ્યો કરે વ્યર્થ બકવાદ,
અસત્ય ભાષણ મૂઢ કરે, તપસી મળતાં બન્યો લબાડ.
   
(દોહરો)  
દઢતાપૂર્વક અંગદે સ્મરતાં રામપ્રતાપ,
કહ્યું ક્રોઘ સાથે બન્યો સૌનો તું અભિશાપ.
*
હઠાવશે જો મારો પાય કરશે મુજને તો નિરુપાય,
જશે છોડતા સીતા રામ સેનાસહિત નિરાશ તમામ.
 
(દોહરો)  
ઈન્દ્રજીત જેવા વિવિધ યોદ્ધાઓ બળવાન,
રાવણના આદેશથી દ્વિગુણિત કરી ગુમાન,
 
હઠાવવા લાગ્યા બળે અંગદના પગને,
તોપણ સફળ થયા નહીં, નતમસ્તક શરમે,
 
બેઠા સ્વસ્થાને જઈ છેવટ એ સઘળા,
વારંવાર ઊઠયા સકળ, સફળ થયા ન છતાં.
 
વિષયી જનથી મોહનું વૃક્ષ શકે ન હઠી,
અંગદનો પગ એમ ના હઠયો ધરા પરથી.
 
કોટિ સંકટે સંતમન નીતિ તજે ન ચળે,
પગ તેમ ચળ્યો લેશ ના રિપુના પરમબળે.