लंका पर चढाई करने की श्रीराम की व्यूहरचना
रिपु के समाचार जब पाए । राम सचिव सब निकट बोलाए ॥
लंका बाँके चारि दुआरा । केहि बिधि लागिअ करहु बिचारा ॥१॥
तब कपीस रिच्छेस बिभीषन । सुमिरि हृदयँ दिनकर कुल भूषन ॥
करि बिचार तिन्ह मंत्र दृढ़ावा । चारि अनी कपि कटकु बनावा ॥२॥
जथाजोग सेनापति कीन्हे । जूथप सकल बोलि तब लीन्हे ॥
प्रभु प्रताप कहि सब समुझाए । सुनि कपि सिंघनाद करि धाए ॥३॥
हरषित राम चरन सिर नावहिं । गहि गिरि सिखर बीर सब धावहिं ॥
गर्जहिं तर्जहिं भालु कपीसा । जय रघुबीर कोसलाधीसा ॥४॥
जानत परम दुर्ग अति लंका । प्रभु प्रताप कपि चले असंका ॥
घटाटोप करि चहुँ दिसि घेरी । मुखहिं निसान बजावहीं भेरी ॥५॥
(दोहा)
जयति राम जय लछिमन जय कपीस सुग्रीव ।
गर्जहिं सिंघनाद कपि भालु महा बल सींव ॥ ३९ ॥
MP3 Audio
શ્રીરામ લંકા પર આક્રમણ કરવાની વ્યુહરચના ઘડે છે
સુણી શત્રુતણા સમાચાર મંત્રી તેડાવ્યા રામે તત્કાળ,
કહ્યું ચાર વિકટ લંકાદ્વાર, કેમ લડવું કરો એ વિચાર.
જાંબવાન સુગ્રીવ વિભીષણ સ્મરી રાઘવ રઘુકુળભૂષણ,
કરવા લાગ્યા કર્તવ્યવિચાર, દળ બનાવ્યાં એમણે ચાર.
સાનુકુળ સેનાપતિ નીમ્યા, યૂથપતિને બોલાવી ઘડીમાં,
કહ્યો પ્રભુનો અપાર પ્રતાપ, કર્યો કપિએ દોડી સિંહનાદ.
હર્ષે રામચરણ શિર ઢાળી દોડયા શૈલશિખર શૂર ધારી;
બોલ્યા ઉલ્લાસે ભાલુ-કપીશ જય રઘુવીર કોશલાધીશ.
દુર્ગ દુર્ભેદ્ય લંકાનો જાણ્યો, ભય પ્રભુના પ્રતાપે ના માન્યો,
ચાલ્યા લંકા ચતુર્દિશ ઘેરી બજવી ડંકા નિશાન ને ભેરી.
(દોહરો)
જય રઘુવર જય લક્ષ્મણ જય કપીશ સુગ્રીવ,
કરતા કપિ સૌ ગર્જના ભાલુ સિંહસમ વીર.

