युद्ध का वर्णन
राम प्रताप प्रबल कपिजूथा । मर्दहिं निसिचर सुभट बरूथा ॥
चढ़े दुर्ग पुनि जहँ तहँ बानर । जय रघुबीर प्रताप दिवाकर ॥१॥
चले निसाचर निकर पराई । प्रबल पवन जिमि घन समुदाई ॥
हाहाकार भयउ पुर भारी । रोवहिं बालक आतुर नारी ॥२॥
सब मिलि देहिं रावनहि गारी । राज करत एहिं मृत्यु हँकारी ॥
निज दल बिचल सुनी तेहिं काना । फेरि सुभट लंकेस रिसाना ॥३॥
जो रन बिमुख सुना मैं काना । सो मैं हतब कराल कृपाना ॥
सर्बसु खाइ भोग करि नाना । समर भूमि भए बल्लभ प्राना ॥४॥
उग्र बचन सुनि सकल डेराने । चले क्रोध करि सुभट लजाने ॥
सन्मुख मरन बीर कै सोभा । तब तिन्ह तजा प्रान कर लोभा ॥५॥
(दोहा)
बहु आयुध धर सुभट सब भिरहिं पचारि पचारि ।
ब्याकुल किए भालु कपि परिघ त्रिसूलन्हि मारी ॥ ४२ ॥
MP3 Audio
યુદ્ધનું વર્ણન
રામબળથી બલી કપિજૂથ મસળે નિશિચર સૂભટવરૂથ;
ચઢે દુર્ગ ઉપર કપિ રંગે બોલી જય રઘુવરની ઉમંગે.
પવને વિખરાય ઘનસમુદાય તેમ રાક્ષસો નાઠા બધાય;
થયો પુરમાં હાહાકાર ભારે, કર્યાં ક્રંદન શિશુ રુગ્ણ નારે.
દેવા લાગ્યાં રાવણને સૌ ગાળ રાજ કરતાં બોલાવ્યો કે કાળ;
દળ વિચળ થયું જાણ્યું જ્યારે કહ્યું ક્રોધે દશાનને ત્યારે.
થશે સમરવિમુખ જે કોઈ તેને તલવારે મારીશ જોઈ;
ભોગો ભોગવી સર્વસ્વ ખાઈ પ્રિય પ્રાણ ગણ્યા કેમ ભાઈ ?
સુણી કટુ વચનો ગભરાયા, વીર લડવા ક્રોધે ભયે ચાલ્યા;
માની સમરમરણ શૂરશોભા પ્રાણલોભ તજી લડ્યા યોદ્ધા.
(દોહરો)
અનેક આયુઘસહ સુભટ લડયા કરી પડકાર,
વ્યાકુળ કરતાં ભાલુ કપિ ત્રિશૂળ પરિઘ પ્રહાર.

