माल्यवंत ने रावण को श्रीराम के साथ संधि करने की सलाह दी
निसा जानि कपि चारिउ अनी । आए जहाँ कोसला धनी ॥
राम कृपा करि चितवा सबही । भए बिगतश्रम बानर तबही ॥१॥
उहाँ दसानन सचिव हँकारे । सब सन कहेसि सुभट जे मारे ॥
आधा कटकु कपिन्ह संघारा । कहहु बेगि का करिअ बिचारा ॥२॥
माल्यवंत अति जरठ निसाचर । रावन मातु पिता मंत्री बर ॥
बोला बचन नीति अति पावन । सुनहु तात कछु मोर सिखावन ॥३॥
जब ते तुम्ह सीता हरि आनी । असगुन होहिं न जाहिं बखानी ॥
बेद पुरान जासु जसु गायो । राम बिमुख काहुँ न सुख पायो ॥४॥
(दोहा)
हिरन्याच्छ भ्राता सहित मधु कैटभ बलवान ।
जेहि मारे सोइ अवतरेउ कृपासिंधु भगवान ॥ ४८(क) ॥
कालरूप खल बन दहन गुनागार घनबोध ।
सिव बिरंचि जेहि सेवहिं तासों कवन बिरोध ॥ ४८(ख) ॥
॥ मासपारायण, पचीसवाँ विश्राम ॥
MP3 Audio
માલ્યવંત રાવણને રામ સાથે સંધિ કરવા સલાહ આપે છે
(દોહરો)
રાતે કપિસેના ગઈ રામપાસ જ્યારે,
રામકૃપા દ્રષ્ટિથકી થાક મટયો ત્યારે.
*
પુરમાં રાવણે સચિવો બોલાવ્યા, કહ્યું યોદ્ધા અનેક મરાયા,
થયો અડધી સેનાનો સંહાર, હવે કરવો ઘટે શો વિચાર ?
રાવણ માતપિતા મંત્રી શુદ્ધ માલ્યવંત નિશાચર વૃદ્ધ,
વદ્યો વચનો નીતિતણાં ત્યારે મારી શીખ સુણી લો અત્યારે.
તમે સીતાને લાવ્યા હરીને નથી મંગલ પામ્યા ફરીને;
યશ વર્ણવે વેદપુરાણ એના વિરોધે નવ કલ્યાણ.
(દોહરો)
રામવિમુખ સુખ ના લહે; અપશુકન થતા રોજ;
શાંતિ તેમ સુખ પામશો જશો શરણમાં તો જ.
હિરણ્યાક્ષ ભ્રાતાસહિત મઘુકૈટભ બળવાન,
મારનાર છે અવતર્યા કૃપાસિંધુ ભગવાન.
કાળરૂપ ખલવનદહન ગુણાગાર શુચિબોધ,
શિવવિરંચિથી સેવ્યનો કરશો નહીં વિરોધ.

