Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युद्ध का वर्णन
 
देखि पवनसुत कटक बिहाला । क्रोधवंत जनु धायउ काला ॥
महासैल एक तुरत उपारा । अति रिस मेघनाद पर डारा ॥१॥
 
आवत देखि गयउ नभ सोई । रथ सारथी तुरग सब खोई ॥
बार बार पचार हनुमाना । निकट न आव मरमु सो जाना ॥२॥
 
रघुपति निकट गयउ घननादा । नाना भाँति करेसि दुर्बादा ॥
अस्त्र सस्त्र आयुध सब डारे । कौतुकहीं प्रभु काटि निवारे ॥३॥
 
देखि प्रताप मूढ़ खिसिआना । करै लाग माया बिधि नाना ॥
जिमि कोउ करै गरुड़ सैं खेला । डरपावै गहि स्वल्प सपेला ॥४॥
 
(दोहा)
जासु प्रबल माया बल सिव बिरंचि बड़ छोट ।
ताहि दिखावइ निसिचर निज माया मति खोट ॥ ५१ ॥

MP3 Audio

 
યુદ્ધનું વર્ણન
 
પેખી હનુમંત કટક બેહાલ દોડયા ક્રુદ્ધ બની જાણે કાળ;
મહાપર્વત તરત ઉપાડયો, રોષે મેધનાદ પર નાખ્યો.
 
ગયો જોઈ એને એ આકાશે, આવ્યો પડકાર્યો તોય ના પાસે;
રથસારથિ અશ્વને માર્યા, યુદ્ધે પરચા અનેક બતાવ્યા.
 
મેઘનાદ ગયો રામપાસ કરવા લાગ્યો પ્રલાપને ખાસ;
અસ્ત્રશસ્ત્ર અનેક ચલાવ્યાં, રામે રમતમાં સૌને હઠાવ્યાં.
 
રામશક્તિ જોઈ મૂઢ લાજ્યો ભિન્ન માયા કરવા વળી લાગ્યો;
નાના સર્પો ગરુડને ડરાવે તેમ પ્રભુને ડરાવવા લાગ્યો.
 
(દોહરો)  
જેની માયા વશ કરે બ્રહ્માશિવ સૌને,
દર્શાવી માયા રહ્યો રાક્ષક જડ તેને.