Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युद्ध का वर्णन
 
नभ चढ़ि बरष बिपुल अंगारा । महि ते प्रगट होहिं जलधारा ॥
नाना भाँति पिसाच पिसाची । मारु काटु धुनि बोलहिं नाची ॥१॥
 
बिष्टा पूय रुधिर कच हाड़ा । बरषइ कबहुँ उपल बहु छाड़ा ॥
बरषि धूरि कीन्हेसि अँधिआरा । सूझ न आपन हाथ पसारा ॥२॥
 
कपि अकुलाने माया देखें । सब कर मरन बना एहि लेखें ॥
कौतुक देखि राम मुसुकाने । भए सभीत सकल कपि जाने ॥३॥
 
एक बान काटी सब माया । जिमि दिनकर हर तिमिर निकाया ॥
कृपादृष्टि कपि भालु बिलोके । भए प्रबल रन रहहिं न रोके ॥४॥
 
(दोहा)
आयसु मागि राम पहिं अंगदादि कपि साथ ।
लछिमन चले क्रुद्ध होइ बान सरासन हाथ ॥ ५२ ॥

MP3 Audio

 
યુદ્ધનું વર્ણન
 
નભથી વરસ્યા વિપુલ અંગાર, પ્રગટી પૃથ્વીથકી જલઘાર,
લાગ્યાં નાચવા વિવિધ પિશાચ બોલી મારોકાપો નાચો નાચ.
 
વિષ્ટા રક્ત પરૂ વાળ હાડ, લાગ્યો વરસવા તેમ પહાડ;
કર્યું અંધારું વરસાવી ધૂળ, સૂઝયું કાંઈ ના એહના પુર.
 
કપિ માયા દેખી અકળાયા જોઈ મરણની સઘળે છાયા;
કર્યું રામે નિહાળીને સ્મિત જાણી વાનરોને ભયભીત.
 
એક બાણે મારી બધી માયા ટાળે જેવી રીતે રવિ છાયા;
કૃપાદષ્ટિથી સૌને નિહાળ્યા; બન્યા પ્રબળ રણે ન રોકાયા.
 
(દોહરો)  
આજ્ઞા માગી રામની અંગદાદિ કપિ સાથ,
પ્રસ્થાન કર્યું લક્ષ્મણે ક્રુદ્ધ બાણ ધનુ હાથ.