Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मेघनाद के शक्तिप्रहार से लक्ष्मण मूर्छित
 
घायल बीर बिराजहिं कैसे । कुसुमित किंसुक के तरु जैसे ॥
लछिमन मेघनाद द्वौ जोधा । भिरहिं परसपर करि अति क्रोधा ॥१॥
 
एकहि एक सकइ नहिं जीती । निसिचर छल बल करइ अनीती ॥
क्रोधवंत तब भयउ अनंता । भंजेउ रथ सारथी तुरंता ॥२॥
 
नाना बिधि प्रहार कर सेषा । राच्छस भयउ प्रान अवसेषा ॥
रावन सुत निज मन अनुमाना । संकठ भयउ हरिहि मम प्राना ॥३॥
 
बीरघातिनी छाड़िसि साँगी । तेज पुंज लछिमन उर लागी ॥
मुरुछा भई सक्ति के लागें । तब चलि गयउ निकट भय त्यागें ॥४॥
 
(दोहा)
मेघनाद सम कोटि सत जोधा रहे उठाइ ।
जगदाधार सेष किमि उठै चले खिसिआइ ॥ ५४ ॥

MP3 Audio

 
મેઘનાદના શક્તિપ્રહારથી લક્ષ્મણ અચેત બને છે
 
વીર ઘાયલ સોહતા કેવા વૃક્ષ કુસુમિત ખાખરા જેવા;
મેઘનાદ લક્ષ્મણ બંને વીર લાગ્યા લડવા બતાવતાં હીર.
 
એકમેકને જીતી શકયા ના, કર્યા રાક્ષસે છળને ઘણા હા !
દેખી અનીતિને લક્ષ્મણે રથ તોડયો માર્યો સારથિને તરત.
 
કર્યા લક્ષ્મણે વિવિધ પ્રહાર, પડયો રાક્ષસને ઘણો માર;
કર્યું મેઘનાદે અનુમાન હવે હણી લેશે મારો પ્રાણ.
 
વીરઘાતિની શકિતને છોડી તેજે લક્ષ્મણઉરને તોડી;
થયો લક્ષ્મણ શીઘ્ર અચેત; ગયો મેઘનાદ પાસે છેક.
 
(દોહરો)  
ઉપાડી રહ્યા અગણિત મેઘનાદ શા વીર,
ઉપાડી શક્યા તોય ના, ચાલ્યા છોડી ધીર.