Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लक्ष्मण को बेहोशी से जगाने के लिए सुषेण वैद्य ने जडीबुटी मँगवाई
 
सुनु गिरिजा क्रोधानल जासू । जारइ भुवन चारिदस आसू ॥
सक संग्राम जीति को ताही । सेवहिं सुर नर अग जग जाही ॥१॥
 
यह कौतूहल जानइ सोई । जा पर कृपा राम कै होई ॥
संध्या भइ फिरि द्वौ बाहनी । लगे सँभारन निज निज अनी ॥२॥
 
ब्यापक ब्रह्म अजित भुवनेस्वर । लछिमन कहाँ बूझ करुनाकर ॥
तब लगि लै आयउ हनुमाना । अनुज देखि प्रभु अति दुख माना ॥३॥
 
जामवंत कह बैद सुषेना । लंकाँ रहइ को पठई लेना ॥
धरि लघु रूप गयउ हनुमंता । आनेउ भवन समेत तुरंता ॥४॥
 
(दोहा)
राम पदारबिंद सिर नायउ आइ सुषेन ।
कहा नाम गिरि औषधी जाहु पवनसुत लेन ॥ ५५ ॥

MP3 Audio

 
લક્ષ્મણની મૂર્છા ઉતારવા વૈદ્ય સુષેણ જડીબુટ્ટી લાવવા કહે છે
 
(દોહરો)  
ક્રોધાનલ જેનો શકે ચૌદ ભુવન બાળી,
સુરનર જડચેતન કરી સેવાને ન્યારી,
 
જેની જીવે તેમને કોણ શકે મારી,
કોનાથી સંગ્રામમાં તે બેસે હારી ?
 
રામકૃપાવિણ કોણ એ લીલાને જાણે,
જાણે તે વિષયો તજી ભક્તિરસ માણે.
*
સંધ્યા સમયે સૈન્ય બે પાછાં ફરી રહ્યાં,
કૃપાસિંઘુ ભુવનેશ્વર વિભુએ વચન કહ્યાં.
 
લક્ષ્મણને તેથી લઈ આવ્યા ત્યાં હનુમંત,
તૂટયા પ્રભુના પેખતાં સઘળા સ્નેહસંબંધ.
 
જાંબવાનથી માહિતી મેળવતાં હનુમાન,
લઘુરૂપ લઈને ગયા લંકામાં તત્કાળ.
 
રામપદમહીં પ્રણમતાં પર્વત ઔષધનામ,
કહ્યું સુષેણે સૂચવ્યું પવનપુત્રને કામ.