Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

संजिवनी बुटी लेने चले हनुमान
 
राम चरन सरसिज उर राखी । चला प्रभंजन सुत बल भाषी ॥
उहाँ दूत एक मरमु जनावा । रावन कालनेमि गृह आवा ॥१॥
 
दसमुख कहा मरमु तेहिं सुना । पुनि पुनि कालनेमि सिरु धुना ॥
देखत तुम्हहि नगरु जेहिं जारा । तासु पंथ को रोकन पारा ॥२॥
 
भजि रघुपति करु हित आपना । छाँड़हु नाथ मृषा जल्पना ॥
नील कंज तनु सुंदर स्यामा । हृदयँ राखु लोचनाभिरामा ॥३॥
 
मैं तैं मोर मूढ़ता त्यागू । महा मोह निसि सूतत जागू ॥
काल ब्याल कर भच्छक जोई । सपनेहुँ समर कि जीतिअ सोई ॥४॥
 
(दोहा)
सुनि दसकंठ रिसान अति तेहिं मन कीन्ह बिचार ।
राम दूत कर मरौं बरु यह खल रत मल भार ॥ ५६ ॥

MP3 Audio

 
સંજીવની જડીબુટ્ટી લેવા હનુમાનજીનું પ્રસ્થાન
 
(દોહરો)  
રામચરણ ઉરમાં ધરી ચાલ્યા પવનકુમાર;
દૂતે રાવણને કહ્યા ગુપ્ત સહુ સમાચાર.
 
કાલનેમિની રાવણે સહાયતા માગી;
કહ્યું રાક્ષસે વાત ના ઉચિત મને લાગી.
*
સૌના જોતાં નગર જેણે બાળ્યું તેને કોઈ નથી રોકનારું,
ભજી રામને કરો કલ્યાણ, તજો મિથ્યા પદાર્થોનું ધ્યાન;
નીલકમળ સુંદરતન શ્યામ રાખો અંતરે નયનાભિરામ.
 
હું તું મારું એ મૂઢતા ત્યાગો, મહામોહની નિદ્રાથી જાગો.
કાળવ્યાલના ભક્ષક છે જે કદી સ્વપ્નેય જીતાય ના તે.
 
(દોહરો)  
રાવણ કંપ્યો ક્રોધથી ત્યારે કર્યો વિચાર,
રામદૂત હાથે મરું પામું જીવનસાર.
 
રાવણ ખલ આસક્ત છે કુકર્મમાં, એને,
હાથે મરવાથી નહીં મુક્તિ મળે કેમે.