भरत के बाण से हनुमानजी घायल
परेउ मुरुछि महि लागत सायक । सुमिरत राम राम रघुनायक ॥
सुनि प्रिय बचन भरत तब धाए । कपि समीप अति आतुर आए ॥१॥
बिकल बिलोकि कीस उर लावा । जागत नहिं बहु भाँति जगावा ॥
मुख मलीन मन भए दुखारी । कहत बचन भरि लोचन बारी ॥२॥
जेहिं बिधि राम बिमुख मोहि कीन्हा । तेहिं पुनि यह दारुन दुख दीन्हा ॥
जौं मोरें मन बच अरु काया । प्रीति राम पद कमल अमाया ॥३॥
तौ कपि होउ बिगत श्रम सूला । जौं मो पर रघुपति अनुकूला ॥
सुनत बचन उठि बैठ कपीसा । कहि जय जयति कोसलाधीसा ॥४॥
(सोरठा)
लीन्ह कपिहि उर लाइ पुलकित तनु लोचन सजल ।
प्रीति न हृदयँ समाइ सुमिरि राम रघुकुल तिलक ॥ ५९ ॥
MP3 Audio
ભરતનું બાણ હનુમાનજીને વાગે છે
મૂર્છિત પડયા વાગતાં સાયક રટતાં રામરામ રઘુનાયક;
દોડયા ભરત વચન પ્રિય સુણી, સમીપ આવ્યા આતુર બની.
આપ્યું કપિને આલિંગન; જાગ્યા ના જગવ્યા તોપણ;
ખિન્નમુખ બન્યા પરમ દુ:ખી, બોલ્યા નયને અશ્રુ ભરી
રામવિમુખ જીવનને કર્યું વિધિએ દારુણ દુ:ખ ધર્યું;
રામપદે તનમનવચને સત્ય પ્રેમ જો હોય મને,
હોય વળી રઘુપતિ અનુકૂળ કપિ તો બનો વિગતશ્રમશૂલ.
ઊઠયા વચન સુણતાં જ કપીશ જય હો કહી કોશલાધીશ.
(દોહરો)
કપિને આલિંગન ધર્યું તન પુલકિત લોચન સજલ;
પ્રીત સમાઈ ના ઉરે સ્મરી રામ રઘુકુલતિલક.

