Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लक्ष्मण की मूर्छा से श्रीराम परेशान
 
उहाँ राम लछिमनहिं निहारी । बोले बचन मनुज अनुसारी ॥
अर्ध राति गइ कपि नहिं आयउ । राम उठाइ अनुज उर लायउ ॥१॥
 
सकहु न दुखित देखि मोहि काऊ । बंधु सदा तव मृदुल सुभाऊ ॥
मम हित लागि तजेहु पितु माता । सहेहु बिपिन हिम आतप बाता ॥२॥
 
सो अनुराग कहाँ अब भाई । उठहु न सुनि मम बच बिकलाई ॥
जौं जनतेउँ बन बंधु बिछोहू । पिता बचन मनतेउँ नहिं ओहू ॥३॥
 
सुत बित नारि भवन परिवारा । होहिं जाहिं जग बारहिं बारा ॥
अस बिचारि जियँ जागहु ताता । मिलइ न जगत सहोदर भ्राता ॥४॥
 
जथा पंख बिनु खग अति दीना । मनि बिनु फनि करिबर कर हीना ॥
अस मम जिवन बंधु बिनु तोही । जौं जड़ दैव जिआवै मोही ॥५॥
 
जैहउँ अवध कवन मुहु लाई । नारि हेतु प्रिय भाइ गँवाई ॥
बरु अपजस सहतेउँ जग माहीं । नारि हानि बिसेष छति नाहीं ॥६॥
 
अब अपलोकु सोकु सुत तोरा । सहिहि निठुर कठोर उर मोरा ॥
निज जननी के एक कुमारा । तात तासु तुम्ह प्रान अधारा ॥७॥
 
सौंपेसि मोहि तुम्हहि गहि पानी । सब बिधि सुखद परम हित जानी ॥
उतरु काह दैहउँ तेहि जाई । उठि किन मोहि सिखावहु भाई ॥८॥
 
बहु बिधि सिचत सोच बिमोचन । स्त्रवत सलिल राजिव दल लोचन ॥
उमा एक अखंड रघुराई । नर गति भगत कृपाल देखाई ॥९॥
 
(सोरठा)
प्रभु प्रलाप सुनि कान बिकल भए बानर निकर ।
आइ गयउ हनुमान जिमि करुना महँ बीर रस ॥ ६१ ॥

MP3 Audio

 
લક્ષ્મણની મૂર્છા પર શ્રીરામ સંતાપ કરે છે
 
લક્ષ્મણને જોઈને રામ બોલ્યા પ્રાકૃતજન અનુસાર,
કપિ ના’વ્યા મધરાત ગઈ; ભેટયા હૃદયે ભાવ ભરી.
 
કોમળ તારો બંઘુ સ્વભાવ, દેખી શકે ન દુ:ખપ્રભાવ,
માતતાત મુજ કાજ તજ્યાં, ટાઢતાપ વન વાયુ સહ્યાં.
 
ગયો હવે ક્યાં ભાઈ પ્રેમ, ઊઠે આર્તવચને ના કેમ;
જાણત બંધુવિરહ વનમાં પિતાવચન પાળત ન બધાં.
 
સુત-વિત-નાર ભવન-પરિવાર મળે જાય જગ વારંવાર,
મળે ન કિન્તુ સહોદર ભ્રાત એમ વિચારી જલદી જાગ.
 
જેમ પાંખવિણ ખગઅતિદીન મણિવિણ ફણિ કરિવર કરહીન,
દૈવ ભલે મુજ રાખે જીવ, જીવન તુજવિણ તેમજ દીન.
 
(દોહરો)  
સ્ત્રી માટે પ્રિય બંઘુને ખોઈ કયા મુખે,
જઉં અવધમાં; સહત હું અપયશ પૂર્ણ સુખે.
 
સ્ત્રીની હાનિ વિશેષ ના હાનિ જગતમાં હોત.
મારું જડ નિષ્ઠુર હૃદય અપયશ તેમજ શોક,
બંનેને સહશે હવે જીવી મૃત્યુલોક.
*
નિજ જનનીનો એક કુમાર એના પ્રાણતણો આધાર;
જાણી સુખદ હિતેચ્છુ મને સુપ્રત મુજને કર્યો તને.
 
કહીશ એ જનનીને શું, કેમ મને ન જણાવે તું ?
કરી રહ્યા એમ સતત શોક ભરી લોચને જલનો ધોધ.
 
રામ અખંડ એકરસ એક લીલા કરતા શ્રેષ્ઠ અનેક,
સાધારણ માનવની જેમ સધાય ભક્તતણું હિત તેમ.
 
પ્રભુપ્રલાપ સુણતાં સકળ તરત બન્યા વાનર વિકળ;
આવ્યા ત્યાં હનુમાન કરુણરસે જેમ વીરરસ.