कुंभकर्ण की युद्धभूमि में विभीषण से भेंट
महिष खाइ करि मदिरा पाना । गर्जा बज्राघात समाना ॥
कुंभकरन दुर्मद रन रंगा । चला दुर्ग तजि सेन न संगा ॥१॥
देखि बिभीषनु आगें आयउ । परेउ चरन निज नाम सुनायउ ॥
अनुज उठाइ हृदयँ तेहि लायो । रघुपति भक्त जानि मन भायो ॥२॥
तात लात रावन मोहि मारा । कहत परम हित मंत्र बिचारा ॥
तेहिं गलानि रघुपति पहिं आयउँ । देखि दीन प्रभु के मन भायउँ ॥३॥
सुनु सुत भयउ कालबस रावन । सो कि मान अब परम सिखावन ॥
धन्य धन्य तैं धन्य बिभीषन । भयहु तात निसिचर कुल भूषन ॥४॥
बंधु बंस तैं कीन्ह उजागर । भजेहु राम सोभा सुख सागर ॥५॥
(दोहा)
बचन कर्म मन कपट तजि भजेहु राम रनधीर ।
जाहु न निज पर सूझ मोहि भयउँ कालबस बीर ॥ ६४ ॥
MP3 Audio
યુદ્ધભૂમિમાં કુંભકર્ણની વિભીષણ સાથે મુલાકાત
કરી મહિષસહ મદિરાપાન ગરજ્યો વજ્રઘાત સમાન,
કુંભકર્ણ દુર્મદ રણરંગ ચાલ્યો તજતાં દુર્ગ અસંગ.
જોતાવેંત જ કર્યા પ્રણામ વિભીષણે બોલીને નામ;
આપ્યું એને આલિંગન ભક્ત સમજતાં રઘુનંદન,
દર્શાવ્યો આનંદ અપાર; અનુજે કહ્યો કથાનો સાર.
કલ્યાણતણી કહેતાં વાત મારી મને રાવણે લાત;
આવ્યો એથી ગ્લાનિભર્યો, રઘુપતિ મનને તરત ગમ્યો.
બન્યો કાળવશ સાચે રાવણ તેથી માને કેમ શિખામણ;
ધન્યધન્ય તું ધન્ય વિભીષણ બની ગયો નિશિચર કુળભૂષણ,
કર્યો વંશને ખરે ઉજાગર ભજી રામ શોભાસુખસાગર.
(દોહરો)
વચન-કર્મ-મન છળ તજી ભજ રાઘવ રણધીર;
સૂઝે મને ન નિજ પર બન્યો કાળવશ, વીર !

