Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युद्ध का वर्णन
 
उमा करत रघुपति नरलीला । खेलत गरुड़ जिमि अहिगन मीला ॥
भृकुटि भंग जो कालहि खाई । ताहि कि सोहइ ऐसि लराई ॥१॥
 
जग पावनि कीरति बिस्तरिहहिं । गाइ गाइ भवनिधि नर तरिहहिं ॥
मुरुछा गइ मारुतसुत जागा । सुग्रीवहि तब खोजन लागा ॥२॥
 
सुग्रीवहु कै मुरुछा बीती । निबुक गयउ तेहि मृतक प्रतीती ॥
काटेसि दसन नासिका काना । गरजि अकास चलउ तेहिं जाना ॥३॥
 
गहेउ चरन गहि भूमि पछारा । अति लाघवँ उठि पुनि तेहि मारा ॥
पुनि आयसु प्रभु पहिं बलवाना । जयति जयति जय कृपानिधाना ॥४॥
 
नाक कान काटे जियँ जानी । फिरा क्रोध करि भइ मन ग्लानी ॥
सहज भीम पुनि बिनु श्रुति नासा । देखत कपि दल उपजी त्रासा ॥५॥
 
(दोहा)
जय जय जय रघुबंस मनि धाए कपि दै हूह ।
एकहि बार तासु पर छाड़ेन्हि गिरि तरु जूह ॥ ६६ ॥

MP3 Audio

 
યુદ્ધનું વર્ણન
 
(દોહરો)  
અહિગણ સાથે જેમ કો ખેલ ગરુડ ખેલે,
તેમ કરી લીલા રહ્યા રઘુનંદન પ્રેમે.
 
ભ્રકુટિવિલાસે કાળનો કરે કોળિયો જે,
એવું યુદ્ધ લડી શકે સ્વપ્ને પણ ના તે.
 
પાવન યશનો વિશ્વમાં વિભુ વિસ્તાર કરે,
જેને ગાઈ માનવી ભવનિધિ ઘોર તરે.
 
સુગ્રીવે મૂર્છા મટયે કાખથકી સરકી,
કુંભકર્ણનાં નાક ને કાન તરત કરડી.
 
ગર્જના કરી ગગનના પંથે કર્યું પ્રયાણ,
ત્યારે તેના પ્રતિ ગયું કુંભકર્ણનું ધ્યાન.
 
પગ પકડી તેને તરત પૃથ્વી પર નાખ્યો,
સુગ્રીવતણા સ્વાદને એણે પણ ચાખ્યો.
 
નાક કાન વંચિત બન્યો કુંભકર્ણ શોકાર્ત,
ફર્યો ક્રોધથી યુદ્ધમાં જગાવવાને ત્રાસ.
 
જય જય જય રઘુવંશમણિ કરતાં કપિ જયકાર,
દોડયા એના પર કરી પર્વત વૃક્ષ પ્રહાર.