Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युद्ध का वर्णन
 
कुंभकरन रन रंग बिरुद्धा । सन्मुख चला काल जनु क्रुद्धा ॥
कोटि कोटि कपि धरि धरि खाई । जनु टीड़ी गिरि गुहाँ समाई ॥१॥
 
कोटिन्ह गहि सरीर सन मर्दा । कोटिन्ह मीजि मिलव महि गर्दा ॥
मुख नासा श्रवनन्हि कीं बाटा । निसरि पराहिं भालु कपि ठाटा ॥२॥
 
रन मद मत्त निसाचर दर्पा । बिस्व ग्रसिहि जनु एहि बिधि अर्पा ॥
मुरे सुभट सब फिरहिं न फेरे । सूझ न नयन सुनहिं नहिं टेरे ॥३॥
 
कुंभकरन कपि फौज बिडारी । सुनि धाई रजनीचर धारी ॥
देखि राम बिकल कटकाई । रिपु अनीक नाना बिधि आई ॥४॥
 
(दोहा)
सुनु सुग्रीव बिभीषन अनुज सँभारेहु सैन ।
मैं देखउँ खल बल दलहि बोले राजिवनैन ॥ ६७ ॥

MP3 Audio

 
યુદ્ધનું વર્ણન
 
કુંભકર્ણ રણરંગ વિરુદ્ધ, સન્મુખ ગયો કાળસમ ક્રુદ્ધ;
કોટિ કોટિ કપિ પકડી ખાય, જોમ ગુફામાં તીડ સમાય.
 
મસળ્યા કોટિ શરીરથી ગ્રહી, નાખ્યા કોટિ ચોળતાં મહીં;
નાસિકા વદન શ્રવણથકી નાઠા વાનરભાલુ ટકી.
 
રણમદમત્ત ધરીને દર્પ ગળવા લાગ્યો સર્જન સર્વ;
સુભટ ફર્યા નવ પાછા ફરી બન્યા અંધ પોકાર કરી.
 
(દોહરો)  
કપિની સેના વિખરતાં દોડયું રાક્ષસસૈન્ય;
વ્યાકુળ દેખી સર્વને રજનીચરને ધન્ય,
 
બોલ્યા રામ, વિભીષણ લક્ષ્મણ ને સુગ્રીવ,
સંભાળો સેના તમે જોઉં રિપુબળવીર.