Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युद्ध का वर्णन
 
कुंभकरन मन दीख बिचारी । हति धन माझ निसाचर धारी ॥
भा अति क्रुद्ध महाबल बीरा । कियो मृगनायक नाद गँभीरा ॥१॥
 
कोपि महीधर लेइ उपारी । डारइ जहँ मर्कट भट भारी ॥
आवत देखि सैल प्रभू भारे । सरन्हि काटि रज सम करि डारे ॥२॥
 
पुनि धनु तानि कोपि रघुनायक । छाँड़े अति कराल बहु सायक ॥
तनु महुँ प्रबिसि निसरि सर जाहीं । जिमि दामिनि घन माझ समाहीं ॥३॥
 
सोनित स्त्रवत सोह तन कारे । जनु कज्जल गिरि गेरु पनारे ॥
बिकल बिलोकि भालु कपि धाए । बिहँसा जबहिं निकट कपि आए ॥४॥
 
(दोहा)
महानाद करि गर्जा कोटि कोटि गहि कीस ।
महि पटकइ गजराज इव सपथ करइ दससीस ॥ ६९ ॥

MP3 Audio

 
યુદ્ધનું વર્ણન
 
કુંભકર્ણને થયો વિચાર મરી અસુરસેના ક્ષણવાર;
ક્રુદ્ધ બનીને મહાબલવીર સિંહનાદ કરતાં ગંભીર,
 
એણે ઊંચકી પર્વતખંડ નાખ્યા વાનર ઉપર અખંડ,
પરંતુ પ્રભુએ મારી બાણ કાપ્યા એ સૌને તત્કાળ.
 
રામે ધનુ ખેંચી સક્રોધ વરસાવ્યો કટુ શરનો ધોધ;
અસુરશરીર પ્રવેશી સર્વ બહાર આવ્યાં માણી પર્વ.
 
શોણિત સ્ત્રવતું શરીર શ્યામ કજ્જલ ગિરિમાં મેરુસમાન;
વ્યાકુળ બન્યો છતાંય હસ્યો, રણથી ના તિલમાત્ર ખસ્યો.
 
(દોહરો)  
મહાઘોર ગરજી રહ્યો કોટિ ગ્રહીને કીસ,
પછાડતાં ગજરાજશો શપથસહિત દસશીશ.