if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम के बाण से कुंभकर्ण की मृत्यु
 
सभय देव करुनानिधि जान्यो । श्रवन प्रजंत सरासनु तान्यो ॥
बिसिख निकर निसिचर मुख भरेऊ । तदपि महाबल भूमि न परेऊ ॥१॥
 
सरन्हि भरा मुख सन्मुख धावा । काल त्रोन सजीव जनु आवा ॥
तब प्रभु कोपि तीब्र सर लीन्हा । धर ते भिन्न तासु सिर कीन्हा ॥२॥
 
सो सिर परेउ दसानन आगें । बिकल भयउ जिमि फनि मनि त्यागें ॥
धरनि धसइ धर धाव प्रचंडा । तब प्रभु काटि कीन्ह दुइ खंडा ॥३॥
 
परे भूमि जिमि नभ तें भूधर । हेठ दाबि कपि भालु निसाचर ॥
तासु तेज प्रभु बदन समाना । सुर मुनि सबहिं अचंभव माना ॥४॥
 
सुर दुंदुभीं बजावहिं हरषहिं । अस्तुति करहिं सुमन बहु बरषहिं ॥
करि बिनती सुर सकल सिधाए । तेही समय देवरिषि आए ॥५॥
 
गगनोपरि हरि गुन गन गाए । रुचिर बीररस प्रभु मन भाए ॥
बेगि हतहु खल कहि मुनि गए । राम समर महि सोभत भए ॥६
(छंद)
संग्राम भूमि बिराज रघुपति अतुल बल कोसल धनी ।
श्रम बिंदु मुख राजीव लोचन अरुन तन सोनित कनी ॥
भुज जुगल फेरत सर सरासन भालु कपि चहु दिसि बने ।
कह दास तुलसी कहि न सक छबि सेष जेहि आनन घने ॥
 
(दोहा)
निसिचर अधम मलाकर ताहि दीन्ह निज धाम ।
गिरिजा ते नर मंदमति जे न भजहिं श्रीराम ॥ ७१ ॥

MP3 Audio

 
શ્રીરામના બાણથી કુંભકર્ણનો નાશ
 
દેવ સભય કરુણાનિધિ જાણી શ્રવણ સુધી ધનુ છેવટ તાણી,
શરનિકરે મુખ એનું ભર્યું તોપણ તન નીચે ન ઢળ્યું.
 
સામે દોડયો બનતાં કાળ શરભર વદનસહિત વિકરાળ;
પ્રભુએ સુતીક્ષ્ણ છોડી બાણ મસ્તક અલગ કર્યું તત્કાળ.
 
શિર તે પડયું દશાનન પાસ, વ્યાકુળ બની ગયો તે ખાસ,
સર્પ જેમ મણિ વિના અસાર જીવન લાગ્યું કરુણ અપાર.
 
(દોહરો)   
ધડની દોટથકી ધરા ધસી ઘડીક અખંડ,
પ્રભુએ કાપીને કર્યા ધરતીના બે ખંડ.
 
ઉભય સૈન્યને દાબતા નીચે ખંડ પડયા,
બે પર્વત પૃથ્વી ઉપર પડે તેમ નભના.
 
તેજ સમાયું એહનું  પ્રભુના વદનમહીં,
એથી સુરમુનિને રહ્યું અતિઆશ્ચર્ય થઈ.
 
દેવ દુંદુભિ વગાડતાં હરખ્યા, સ્તુતિ કરતાં,
પુષ્પો વરસાવી રહ્યા, નારદ ત્યાં પ્રગટયા
*
કર્યું ગગન હરિગુણ ગણગાન, થયો ઉલ્લસિત પ્રભુનો પ્રાણ;
સત્વર શઠને હણો કહ્યું; તન રઘુપતિનું શોભી રહ્યું.
 
(છંદ)
સોહ્યા સમરમાં રામ કેવા અતુલબળ કોશલધણી,
શ્રમબિંદુ મુખ રાજીવલોચન અરુણ તન શોણિતકણી;
ભુજદ્રયમહીં ધનુષબાણ ધાયુઁ, ચતુર્દિશ કપિભાલુ છે,
બહુ વદનથી ના શેષ પણ ગાઈ શકે એ રૂપને.
 
(દોહરો)   
અસુર અધમ અઘખાણશો અર્પ્યું એને ધામ,
મંદબુદ્ધિ તે માનવી ભજે નહીં જે રામ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.